October 8, 2026
દેશ

નાના પાટેકરનું નિધન: 75 વર્ષની વયે દિગ્ગજ અભિનેતાએ દુનિયાને કહ્યું અલવિદા, ફિલ્મ જગતમાં શોકની લહેર

બોલિવૂડને મોટો ઝટકો: દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન

મુંબઈ/ગોવા: બોલિવૂડ અને મરાઠી ફિલ્મ જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું છે. મળતી માહિતી મુજબ ગુરુવારે સવારે ગોવા સ્થિત તેમના નિવાસસ્થાને તેમને ગંભીર કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો. સવારે લગભગ 5:20 વાગ્યે તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી હતી.

45 મિનિટ સુધી બચાવવાના પ્રયાસો

અહેવાલ મુજબ નાના પાટેકરને ગંભીર હાર્ટ એટેક આવ્યા બાદ તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી હતી. ડોક્ટરોએ લગભગ 45 મિનિટ સુધી સતત CPR આપીને તેમને બચાવવાના પ્રયાસો કર્યા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. મણિપાલ હોસ્પિટલના ડૉ. શેખર સાલકરે આ અંગે માહિતી આપી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

આ મામલે મેડિકો-લીગલ કેસ (MLC) નોંધવામાં આવ્યો છે અને નિધનના કારણ અંગે વધુ સ્પષ્ટતા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

ચાર દાયકાથી વધુની શાનદાર કારકિર્દી

નાના પાટેકર ભારતીય સિનેમાના સૌથી અલગ અને દમદાર અભિનેતાઓમાંના એક હતા. ‘પરિંદા’, ‘ક્રાંતિવીર’, ‘તિરંગા’, ‘અગ્નિસાક્ષી’, ‘અબ તક છપ્પન’, ‘અપહરણ’, ‘વેલકમ’ અને ‘નટસમ્રાટ’ સહિત અનેક ફિલ્મોમાં તેમના અભિનયને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. ‘ક્રાંતિવીર’ માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સહિત અનેક સન્માનો મળ્યા હતા. વર્ષ 2013માં તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

નાના પાટેકર માત્ર અભિનેતા જ નહોતા, પરંતુ લેખક, દિગ્દર્શક અને રંગમંચના કલાકાર તરીકે પણ તેમણે પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેમના નિધનના સમાચારથી ફિલ્મ જગત અને તેમના લાખો ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે.

Related posts

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી  હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી

Ahmedabad Samay

ઓલમ્પિકમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

Ahmedabad Samay

પ્રવીણ નેતારુના હત્યા કેસમાં ચોંકાવનારી માહિતી આવી સામે,આગામી ૨૪ વર્ષ એટલે કે ૨૦૪૭ સુધીમાં ભારતને ઈસ્‍લામિક દેશ બનાવવાનું કાવતરું આવ્યું સામે

Ahmedabad Samay

યુ.એસ જવા ઇચુકો માટે સપનું સાકાર કરવાનો સુનેહરો મોકો, આટલી ફી ભરી મેળવો ગ્રીન કાર્ડ

Ahmedabad Samay

સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા’ હૈ કિ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોના થી મોત

Ahmedabad Samay

UPI ATM: હવે ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા? કોઈ ચિંતા નહીં! મોબાઈલથી જ નીકળશે રોકડા પૈસા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો