October 30, 2026
ગુજરાતરાજકારણ

ભાવનગરમાં PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા

ભાવનગર: ભાવનગર ખાતે આજે અટલ બિહારી વાજપેયી હોલમાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. ગુજરાત સરકારના મંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના પ્રમુખ કુણાલભાઈ કે. શાહ (કુમારભાઈ શાહ), ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ઉષાબેન તલરેજા તેમજ અમરેલી જિલ્લાના પ્રભારી અભયસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત શહેરના મહામંત્રીઓ, ભાજપ સંગઠનના હોદ્દેદારો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, વિવિધ મોરચા અને સેલના હોદ્દેદારો, વિવિધ વોર્ડના પ્રમુખો અને મહામંત્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન પીએમ કિસાન ઉત્સવ દિવસના આયોજન સાથે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને લગતા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાતા કાર્યક્રમને વિશેષ મહત્ત્વ મળ્યું હતું.

આ કાર્યક્રમમાં ભાજપના સંગઠનના આગેવાનો અને જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

મહિલા ઉન્નતિ સંસ્થા ગુજરાત પ્રદેશની ટીમે દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ખાસ કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

ગાબડું : બનાસકાંઠા ના લાલપુરા ની સીમ માંથી પસાર થતી એટા-માઈનોર ૩૦ ફૂટ નું ગાબડું ,ખેડૂત ને ભારે નુકશાન ,ખેતરો બેટ માં ફેરવાયા

Ahmedabad Samay

લો ગાર્ડને ખાણી-પીણીનો ધંધો કરતા વિક્રેતાઓ તેમના મૂળ સ્‍થળે પરત ફર્યા,ફરી જામશે સાંજે ખાવાની મહેફિલો

Ahmedabad Samay

ભર ઉનાળે શિતળતા આપવા બનાવાયેલા અમદાવાદના ખાલીખમ તળાવો ટ્રીટેડ પાણીથી ભરાશે

admin

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ કેસમાં આજે પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર કોર્ટનો ચુકાદો, તથ્ય પટેલની રેગ્યુલર જામીન પર સુનાવણી

Ahmedabad Samay

શાસ્ત્રો સાથે સહમત ન હોય તો હવે હથિયાર બતાવવાનો સમય છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો