September 11, 2026
ગુજરાત

લો ગાર્ડને ખાણી-પીણીનો ધંધો કરતા વિક્રેતાઓ તેમના મૂળ સ્‍થળે પરત ફર્યા,ફરી જામશે સાંજે ખાવાની મહેફિલો

શહેરનું માણેક ચોક અને લો ગાર્ડન ફૂડ માર્કેટ માત્ર ગુજરાત જ નહીં દેશ-વિદેશમાં પ્રખ્‍યાત છે. ૨૦૧૯માં લો ગાર્ડનના ખાણી પીણી વિસ્‍તારને હેપ્‍પી સ્‍ટ્રીટમાં બદલી નાંખવામાં આવ્‍યો હતો. જે બાદ આ મુદ્દો હાઈ કોર્ટમાં પહોંચ્‍યો હતો. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન સામેની પાંચ વર્ષની લાંબી લડાઈ બાદ ૪૫ વર્ષથી ધંધો કરતા વિક્રેતાઓ તેમના મૂળ સ્‍થળે પરત ફર્યા છે.

૨૦૧૯માં અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશને લો ગાર્ડનના ફૂડ ઝોનને હેપ્‍પી સ્‍ટ્રીટમાં બદલી નાંખ્‍યો હતો અને ઊંચા માસિક ભાડે જગ્‍યાઓ ઓફર કરી હતી. અમુક જ વિક્રેતાઓને આ ભાડું પોસાય તેમ હતું. અહીં વર્ષોથી ધંધો કરતા લોકો ઊંચું ભાડું ચૂકવવા અસમર્થ હતા. જેના કારણે તેમણે પોતાની આજીવિકા બચાવવા ગુજરાત હાઈ કોર્ટનો સંપર્ક કર્યો હતા. જેમાં સ્‍ટ્રીટ વેન્‍ડર્સ (આજીવિકાનું રક્ષણ અને સ્‍ટ્રીટ વેન્‍ડિંગનું નિયમન) અધિનિયમ, ૨૦૧૪ ની જોગવાઈઓ ટાંકવામાં આવી હતી. કોરોના કાળ દરમિયાન આજીવિકા બંધ થઈ જતા અનેક વિક્રેતાઓની હાલત કફોડી બની હતી.

અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશને શરૂઆતમાં તેમને ઠાકોરભાઈ દેસાઈ હોલથી એમ.જી. લાઇબ્રેરી તરફ જતા બ્રિજ નીચેની જગ્‍યાએ ખસેડવાનો પ્રસ્‍તાવ મૂક્‍યો હતો. પરંતુ વિક્રેતાઓનું પ્રતિનિધિત્‍વ કરનાર વરિષ્ઠ વકીલે દલીલ કરી હતી કે આ સ્‍થળ ગ્રાહકો માટે અનુકૂળ નથી. તેમણે તેમના વ્‍યસ્‍ત મૂળ સ્‍થળે પાછા ફરવાની પરવાનગી આપવાનો આગ્રહ રાખ્‍યો હતો.

હાઈ કોર્ટે આ બાબતનો નિકાલ કર્યા પછી, નાગરિક સંસ્‍થાએ નમતું જોખ્‍યું, અને સુધારેલા ભાડા માળખા હેઠળ લો ગાર્ડન ખાતે જ જગ્‍યા પુનઃ ફાળવવા માટે સંમત થઈ હતી. વકીલે કહ્યું, અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન સંમત થયું અને વિવિધ પ્રકારના ભાડા સાથે જગ્‍યા ફાળવી હતી. તમામ ૪૫ વિક્રેતાઓ હવે ફરીથી તેમના સ્‍થળે પરત ફર્યા છે.

Related posts

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

હવે સરકાર ગ્રામ ઉજાલા અંતર્ગત માત્ર ૧૦રૂ.માં બલ્બ આપશે

Ahmedabad Samay

ગુજરાતમાં પણ ‘ લવ જેહાદ ‘ વિરુદ્ધ કાયદાના ભણકારા

Ahmedabad Samay

ચાલુ ફરજ માં કોરોના કારણે અવસાન થતા ગુજરાત સરકાર દ્વારા ૨૫ લાખ અપાય

Ahmedabad Samay

હવે અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે

Ahmedabad Samay

રાજ્‍યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્‍લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ, એક જ રાતમાં ૧૦૦૦ બાંગ્લાદેશીઓ પકડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો