ગાર્ડન વિસ્તારમાં કે અલગ રીતે બનાવવામાં આવેલા અમદાવાદના તળાવો એ શહેરની શોભા છે પરંતુ આ શોભા ત્યારે બને જ્યારે ઉનાળા જેવી સિઝનમાં તળાવો પાણીથી ભરેલા હોય પરંતુ મોટાભાગના તળાવો સાવ ખાલીખમ જોવા મળી રહ્યા છે.
બપોરના સમયે ગરમીમાં શીતળતા આપતા આ તવાળો ખાલી જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર 9 જેટલા તળાવોને ટ્રીટેડ પાણીથી ભરાશે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી ભરીને તળાવો ભરવામાં આવશે. જેના માટે 2 એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરુ કરાયો છે. જો કે, કેટલાક પ્લાન્ટમાં માંડ થોડું થોડું પાણી આવતા તળાવો પાણી ખૂબ ઓછું પહોંચે છે. જેથી કેટલાક સંજોગોમાં નામના તળાવો ભરાય છે. જો કે, એસટીપીની ક્ષમતામાં વધારો કરી ભૂગર્ભ જળને ઉંચા લાવવાનો આગામી સમયમાં પ્રયાસ છે.
જગતપુર તળાવમાં 2એમએલડી ક્ષમતાને એસટીપીમાં સ્થાપિત કરવામાં આવશે. ત્રણ મહિના પહેલા તેને મંજૂરી મળી હતી. જેનો અંદાજીત ખર્ચ 7.5 કરોડ છે. આ સિવાય અન્ય તળાવોમાં પણ આ પ્રકારે કામગિરી થશે.
તળાવને ભરવા માટે નર્મદા કેનાલ મારફતે જાસપુર ગામ પાસે સ્ટોર્મ વોટર લાઈન પણ નખાઈ છે. જેથી બીજા તળાવમાં પણ પાણી ભરવામાં મદદ મળશે. એએમસી દ્વારા શહેરના તળાવોની ખૂબસુરતી વધારવા માટે આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરુ થશે. જેના માટે કોર્પોરેશન 80 કરોડથી વધુનો ખર્ચ કરશે.