November 4, 2026
ગુજરાત

દલિત વાલ્મિકી સમાજ અંગે અપમાનજનક ટિપ્પણીનો વિવાદ: કન્ટેન્ટ ક્રિએટર કૃષ્ણા રાખડીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ:  સોશિયલ મીડિયા પર દલિત વાલ્મિકી સમાજ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે કન્ટેન્ટ ક્રિએટર કૃષ્ણા રાખડીયા (કૃષ્ણા પટેલ) વિરુદ્ધ અમદાવાદ પોલીસ કમિશનર અને SC/ST સેલમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ YouTube, Facebook અને Instagram પર કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓથી સમગ્ર દલિત વાલ્મિકી સમાજની સામાજિક પ્રતિષ્ઠા અને લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે અરજદાર જયંતિભાઈ મંગાભાઈ વાઘેલાએ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તેમજ કારંજ સ્થિત નાયબ પોલીસ અધીક્ષકની SC/ST સેલ કચેરી સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

ફરિયાદમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ તથા IT Actની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવાની, ધરપકડ કરવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અરજદાર દ્વારા સામાજિક સૌહાર્દ જાળવવા, સમાજની ગરિમાનું રક્ષણ કરવા અને બંધારણીય અધિકારોનું જતન કરવા માટે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

હાલ આ મામલે ફરિયાદના આધારે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થવાની બાકી છે અને પોલીસ કાર્યવાહી અંગેની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

Related posts

મેગા સિટી અમદાવાદમાં ગુનેગારો કેટલા બેફામ બન્‍યા, પીડિતાને બ્લેકમેઇલ કરી બે-બે વાર સામૂહિક દુષ્‍કર્મ આચર્યું

Ahmedabad Samay

હવે પોલીસ જો તમે હેલ્મેટ વગર પકડાશો તો દંડ કરવાને બદલે તમને ગુલાબ આપશે.

Ahmedabad Samay

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૬’નો આજથી શુભારંભ

Ahmedabad Samay

૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ,જાણો ક્યાં રાશિના જાતકોને ગ્રહણની અસર

Ahmedabad Samay

રાજ્યમાં દારૂ પીવામાં છૂટછાટ આપવામાં આવી છે. ચાલો જાણીએ કે, આ છૂટ કોને અને કેવી રીતે મળે છે.

Ahmedabad Samay

ચાંદલોડિયા ખાતે દુકાન જબરજસ્તી કબજે કરવા હવામાં કરવામાં આવ્યું ફાયરીંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો