અમદાવાદ: વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીનાં દર્શન અને પૂજન સાથે કર્યો હતો. આ પ્રસંગે તેમણે રાજ્યના નાગરિકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
મા ભદ્રકાળીનાં દર્શન બાદ મુખ્યમંત્રીએ ગુજરાતના નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવે તેમજ ગુજરાત વિકાસનાં નવાં શિખરો સર કરે તેવી શુભેચ્છા તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ અને ‘નશામુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતના નાગરિકોને પણ ‘વિકસિત ગુજરાત’ અને ‘નશામુક્ત ગુજરાત’ના અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી.
આમ, નૂતન વર્ષના પ્રારંભે ધાર્મિક શ્રદ્ધા, નાગરિકો સાથેનો સંવાદ અને પોલીસ પરિવાર સાથેની શુભેચ્છા મુલાકાત દ્વારા મુખ્યમંત્રીએ નવા વર્ષની ઉજવણી કરી હતી.
