December 10, 2024
ગુજરાત

વહેલી સવારથી જ શહેર ફરી ધમધમતુ જોવા મળ્યું

અમદાવાદમાંથી ૨ દિવસીય કર્ફ્યું હટાવામાં આવ્યો છે ત્યારે હવે શહેરમાં માત્ર રાત્રિ કર્ફ્યુ જ લાગુ રહેશે. ત્યારે ૨ દિવસના કર્ફ્યુ બાદ આજે વહેલી સવારથી જ શહેર ફરી ધમધમતુ જોવા મળ્યું. અમદાવાદના રસ્તા ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદનું જમાલપુર શાકમાર્કેટમાં લોકોને ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો શાકભાજીની ખરીદી અને વેચાણ કરવાની આવી રહ્યા છે. જો કે માર્કેટમાં મોટાભાગના ખરીદી કરવા આવનાર ગ્રાહક અને વેપારીઓના ચહેરા ઉપર માસ્ક જોવા મળ્યા ન હતા. હજુ લોકોમાં જાગૃતતા જોવા મળી રહી નથી. બીજી તરફ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળી રહ્યો છે. જો આવી જ પરિસ્થિતિ રહી અને લોકોમાં જાગૃતતા નહિ આવે તો શહેરમાં વધતા જતા કોરોનાના કેસ પર કાબુ મેળવવો મુશ્કેલ બની જશે.

કરફ્યૂ ખુલતા જ ચાની કીટલીઓ અને નાસ્તાની લારીઓ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. જો હજી પણ લોકો બેદરકારી દાખવશે તો કેસમાં વધારો થશે તેમજ જે લોકો માસ્ક નહીં પહેરે તેમના વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ સહિત ૩ મહાનગરોમાં રાત્રી કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યું છે.

Related posts

આજે વધુ રૂ।.20ના વધારા સાથે 15 કિલો ડબ્બાનો ભાવ રૂ।.2400એ પહોંચ્યો

Ahmedabad Samay

વિરાટનગર વિસ્તારમાં જી.પી.સી.બી. ના રેહમ રાહે ચાલી રહી છે પ્રદુષિત ફેકટરી,પ્રદૂષણ થી પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

નવરાત્રીના ગરબા ઉપર પણ GSTની કુદ્રષ્ટિ પડી, ગરબાના પાસ ઉપર ૧૮ % GST લાગુ

Ahmedabad Samay

સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી

Ahmedabad Samay

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મુદ્દે AMC કચેરી બહાર કોંગ્રેસની જનઆક્રોશ રેલી, કાળા કપડા પહેરી બેનરો સાથે વિરોધ પ્રદર્શન

Ahmedabad Samay

અગ્નિપથની યોજના શુ છે અને તેના ફાયદા, વિરોધનો ભાગ બનતા પહેલા એકવાર જરૂર વાંચજો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો