August 7, 2026
ગુજરાતબિઝનેસ

રક્ષાબંધન નિમિતે ખાનગી બસ સંચાલકોએ ભાડામાં વધારો કરી દીધો

રક્ષાબંધનનો તહેવાર પરિવાર સાથે ઉજવવા જતાં લોકોને પગલે આજે અમદાવાદના રેલવે સ્‍ટેશન, એસટી બસ સ્‍ટેશનમાં ભારે ધસારો જોવા મળ્‍યો હતો. અમદાવાદ-રાજકોટમાં ખાનગી બસનું ભાડું રૂપિયા ૮૦૦ સુધી પહોંચી ગયું હતું.

શુક્રવારે મોડી સાંજે અમદાવાદથી રાજકોટ ઉપરાંત ભુજ, જુનાગઢ, જામનગર, દ્વારકા અને સુરત જવાની મોટાભાગની એસટી બસ, ટ્રેન હાઉસફૂલ થઇ ગઇ હતી.

જેના પગલે આ તકનો લાભ લઈને ખાનગી બસ સંચાલકોએ ભાડામાં વધારો કરી દીધો હતો. અમદાવાદથી ભુજનું ભાડું વધારીને રૂપિયા ૧૨૫૦ જેટલું થઇ ગયું.

આવી જ સ્‍થિતિ અનેક હાઈવેમાં પણ જોવા મળી હતી. જેમાં અમદાવાદ-રાજકોટ, હાઈવેમાં ચક્કાજામની સ્‍થિતિ સર્જાઈ હતી. બીજી તરફ છેલ્‍લી ઘડીની ખરીદી માટે અમદાવાદ-મહેસાણાના અમદાવાદના એસજી હાઈવે, સેટેલાઈટ, પકવાન ચાર રસ્‍તા, સીજી રોડ, કાંકરિયા પાસે ટ્રાફિકજામ જોવા મળ્‍યો હતો.

Related posts

માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં રાજયના અનેક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્‍યતા

Ahmedabad Samay

ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

Ahmedabad Samay

દમણમાં ભાજપે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે “ઇ-વિદ્યા એપ” નું અનાવરણ કર્યું

Ahmedabad Samay

મહિલા ઉન્નતિ સંસ્થા ગુજરાત પ્રદેશની ટીમે દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ખાસ કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

સારંગપુરમાં BRTS ટ્રેકમાં AMTS બસ ધૂસી જતા અકસ્માત

Ahmedabad Samay

આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો