10 કરોડના ખર્ચે અષાઢી બીજના દિવસે ક્રૂઝની શરુઆત અમદાવાદ સાબરમી નદીમાં થવા જઈ રહી છે. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા ક્રૂઝ રેસ્ટોરન્ટ શરુ કરવામાં આવી રહી છે. જેની લોકો રાહ જોઈ રહ્યા છે કેમ કે, સાબરમતી નદીમાં નદીની વચ્ચે બેસીને સાંજની શીતળતામાં લોકો ભોજન ક્રૂઝમાં બેસીને કરી શકશે. આ મજા બહું જલદી જ માણવા મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર અષાઢી બીજે આ ક્રુઝ લોકો માટે શરુ કરવામાં આવશે. નદીની સફરની સાથે સાથે લોકો ફૂડની મજા માણી શકે તે માટે પ્રથમ વખત આ પ્રકારે ક્રૂઝ શરુ થઈ રહી છે. આ ક્રૂઝ સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી કાર્યરત રહેશે. આ રુટ સુધી લોકોને સફર કરવા મળશે.
આ ક્રૂઝની ખાસ પ્રકારની વિશેષતાઓ રહેશે જેમાં બર્થ ડેથી લઈને મટિંગ રુમમાં બેસીને ઓફિસની ચર્ચા કરી શકાય તે પ્રકારે વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેથી મોટી સંખ્યામાં આ ક્રૂઝમાં લોકો આવે તેવી શક્યતા છે. પ્રથમ વખત આ પ્રકારે અમદાવાદમાં ક્રૂઝમાં બેસીને ખાવાનો આનંદ લોકો માણી શકશે.
આ ક્રૂઝની વિશેષતા
5 સ્ટાર હોટલ જેવી હશે સુવિધા
પહેલા માળે એસી કેબિન હશે
પ્રથમ માળે ઓપન ક્રૂઝમાં બેસીને ખાણીપીણીની લિજ્જત માણી શકાશે
ક્રૂઝમાં 150 લોકોની બેસવાની છે કેપેસિટી
ખાણી પીણી સાથે લાઈવ શો અને મ્યુઝિક પાર્ટી માણી શકાશે
અમદાવાદીઓ બર્થ ડે પાર્ટી પણ મનાવી શકે તેવી વ્યવસ્થા
ક્રૂઝમાં ઓફિસ મિટીંગ શક્ય બનશે.
બે માળની ક્રૂઝ હશે
10 કરોડના ખર્ચે શરુ થશે ક્રૂઝ
સાબરમી નદીની શોભામાં ક્રૂઝના કારણે થશે વધારો
ખાણી-પીણી અને હરવા ફરવાના શોખિન ગુજરાતીઓ માટે આ એક લ્હાવો છે જેની શરુઆત અમદાવાદમાં થઈ રહી છે. સાબરમતી નદીની શોભા અત્યારે રીવરફ્રન્ટ છે ત્યારે આગામી સમયમાં સાબરમતી નદીની નવી ઓળખ આ ક્રૂઝથી બનશે. જ્યાં લોકો માટે આ સુવિધા શરુ કરવામાં આવશે.