August 7, 2026
ગુજરાત

એક જ દિવસમાં 762 આરોગ્‍ય વિભાગના કોરોના વોરિયર્સને રસી અપાઇ

કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વેક્સીનેશન સેન્ટર પરથી કુલ 5665 લોકોને કોરોનાની વૅક્સીન આપી હતી. 24 કલાક દરમિયાન આપવામાં આવેલી વૅક્સીનથી કોઈને આડઅસર થઈ નથી.

જ્યારે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોના વૅક્સીન મામલે એક રેકોર્ડ બનાવી દીધો. જ્યાં એક જ દિવસમાં 762 સ્વાથ્ય કર્મચારીઓએ વૅક્સીન લીધી. આ તમામ કર્મચારીઓમાં વૅક્સીન લેવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

કોરોના વૅક્સીનેશન અભિયાનના 7માં દિવસ ગુરુવારે વિવિધ વિભાગોના તબીબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને સિક્યોરિટી જવાનોને મળીને કુલ 762 વૅક્સીન આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટના જૂના ટ્રોમા સેન્ટરમાં ગુરુવારે 3 નવા સેન્ટરો પર આ વૅક્સીન આપવામાં આવી.

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 દિવસમાં વૅક્સીન લેનારાની સંખ્યા 641 હતા. જ્યારે ગુરુવારે એક જ દિવસમાં 762 લોકોએ કોરોનાની વૅક્સીન લીધી. આ સાથે જ સિવિલ હોસ્પિટલમાં કોરોના વૅક્સીન લેનારા લોકોની કુલ સંખ્યા 1403 પર પહોંચી ગઈ છે.

Related posts

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

Ahmedabad Samay

રૂ.૬૦૧માં મળતો ગેસનો બાટલો રૂ.૭૨૬ સુધી પહોંચ્યો

Ahmedabad Samay

એપોલો હોસ્પિટલમાં કામ કરતી મહિલાઓ ને હોસ્પિટલ મેનેજમેન્ટના નિર્ણયથી બંધ કરતા મહિલાઓ ના પરિવારો ઉપર આભ તૂટ્યું, હોસ્પિટલ બહાર કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય ચૂંટણીના વિજેતાઓના નામ જાહેર કરાયા

Ahmedabad Samay

ગુમથયેલ છે.

Ahmedabad Samay

કઠવાડાગામમાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પબ્લિક (પ્રી-પ્રાઇમરી) સ્કૂલ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો