September 21, 2026
ગુજરાત

૨૧મી સદીના પડકારોને અનુરૂપ સુધારાની આવશ્‍યકતા જણાવી ઉમેરેલ કે આ યુનિવર્સિટી દેશભરમાં વિસ્‍તરશે:વડાપ્રધાન મોદી

ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે રક્ષાશકિત યુનિવર્સિટીના પદવીદાન સમારોહ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ રક્ષાક્ષેત્રે ૨૧મી સદીના પડકારોને અનુરૂપ સુધારાની આવશ્‍યકતા જણાવી ઉમેરેલ કે આ યુનિવર્સિટી દેશભરમાં વિસ્‍તરશે. આ કાર્યક્રમમાં કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ શાહ ઉપસ્‍થિત રહ્યા હતા.
યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરી કહ્યું કે, આ યુનિવર્સિટી હવે રાષ્ટ્રિય રક્ષા શક્‍તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે.

રાષ્ટ્રિય રક્ષાશક્‍તિ યુનિવર્સિટી દેશભરમાં રક્ષાના ક્ષેત્રમાં જે પોતાની કારકિર્દી બનાવવા માગે છે, રક્ષાનું ક્ષેત્ર માત્ર યુનિફોર્મ અને દંડાનું નથી આ વિસ્‍તૃત ક્ષેત્ર છે. તેમાં વેલ ટ્રેઇન્‍ડ મેનપાવર સમયની માગ છે. આખા વિશ્વમાં માત્ર ગાંધીનગર એકમાત્રમાં ફોરેન્‍સિક સાયન્‍સ યુનિવર્સિટી આવેલી છે.
શ્રી મોદીએ વધુમાં જણાવ્‍યું છેકે, આજના સમયામાં ક્રાઇમ ડિટેક્‍શન માટે ટેક્‍નોલોજી મદદરૂપ થઇ રહી છે. તેવા સંજોગોમાં યોગ્‍ય લોકો પાસે યોગ્‍ય હથિયાર અને ટ્રેનિંગની જરૂર છે. તમે કેટલાક કેસ સ્‍ટડી પણ ભણતા હશો. જેમાં ટેક્‍નોલોજીની મદદથી કેસ ઉકેલાયા છે. માત્ર પરેડ એ રક્ષાક્ષેત્રનું કામ નથી. તેટલું નહીં દિવ્‍યાંગ ભાઇ-બહેન રક્ષાશક્‍તિ ટ્રેનિંગ મેળવે તો રક્ષા ક્ષેત્રે મોટું યોગદાન આપી શકે તેમ છે. આખા વિશ્વમાં ફોરેન્‍સિક સાયન્‍સ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ક્‍યાંય નથી અને છે તો તે માત્ર ભારતમાં અને એ પણ ગાંધીનગરમાં છે. નેશનલ લો યુનિવર્સિટી, ફોરેન્‍સિક સાયન્‍સ અને રક્ષાશક્‍તિ યુનિવર્સિટી આ ત્રણેય યુનિવર્સિટી સાયલોમાં-એક સુત્રતાથી કામ કરે તો ધાર્યું પરિણામ મળી શકે છે. ગુનેગારોનું માનસિક અધ્‍યયન થવું જોઇએ કે જે જેલનો પણ માહોલ બદલવામાં કામ કરી શકે અને ગુનેગાર જેલમાંથી પણ સારો માણસ બનીને બહાર નીકળે.

શ્રી વડાપ્રધાન મોદીએ જણાવ્‍યું છેકે, હવે કુંટુંબો નાના થઇ રહ્યાં છે ત્‍યારે પોલીસ જવાનો ૬, ૧૨ કે ૧૬ કલાક સુધી કામ કરે છે ત્‍યારે સ્‍ટ્રેસની અનૂભુતિ કરી રહ્યા છે. ત્‍યારે આવા સમયે સ્‍ટ્રેસ ફ્રી એક્‍ટિવિટી, ટ્રેનિંગની જરૂરિયાત માટે જરૂરી ટ્રેનર જોઇએ. રક્ષાશક્‍તિ યુનિવર્સિટી આવા ટ્રેનર તૈયાર કરી શકે અને યુનિફોર્મવાળાને મનથી મસ્‍ત રહે તે કામ કરી શકે. સેનામાં યોગા ટીચર, રિલેક્‍શેશન ટીચર જેવી આવશક્‍યતા પડી રહી છે. જે કામ આ યુનિવર્સિટી કરી શકે છે.
આ તકે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું છે કે, રાષ્ટ્રિય રક્ષાશક્‍તિ યુનિવર્સિટી દેશભરમાં રક્ષાના ક્ષેત્રમાં જે પોતાની કારકિર્દી બનાવવા માગે છે, રક્ષાનું ક્ષેત્ર માત્ર યુનિફોર્મ અને દંડાનું નથી આ વિસ્‍તૃત ક્ષેત્ર છે. તેમાં વેલ ટ્રેઇન્‍ડ મેનપાવર સમયની માગ છે. એટલા માટે રક્ષાના ક્ષેત્રમાં ૨૧મી સદીના પડકારોને અનુરુપ આપણી વ્‍યવસ્‍થા વિકસિત થાય અને તેને સંભાળનારા વ્‍યક્‍તિવનું પણ વિકાસ થાય તે હેતુ સાથે આ યુનિવર્સિટીનો જન્‍મ થયો. પહેલા આ યુનિવર્સિટી ગુજરાત પુરતી હતી બાદમાં તેને કેન્‍દ્ર સરકારે યોગ્‍યતા આપી. આ દેશનું ઘરેણું છે. આજે એક પાવન અવસર છે.
ટ્રેનિંગ મોડ્‍યુલ બદલવાની દિશામાં પ્રથમ પ્રયોગ
મોદીએ વધુમાં જણાવ્‍યું છેકે, આઝાદી પછી પોલીસ રિફોર્મની જરૂર હતી પરંતુ દુર્ભાગ્‍યપૂર્ણ આપણા દેશમાં એ દિશામાં જે કામ થવું જોઇતું હતું તે થયું નથી. સામાન્‍ય માન્‍યતા એવી છેકે, ખાસ કરીને પોલીસ સંદર્ભે કે તેમનાથી બચકે રહો, દૂર રહો. જો કે, સેના યુનિફોર્મમાં આવે છે, તેમને જોઇને આપણને કોઇ સંકટ નહીં આવે તેવી ભાવના પેદા થાય છે. ભારતમાં આવા મેનપાવર સુરક્ષાક્ષેત્રે લાવવા જરૂરી છે. સામાન્‍ય માનવીના મનમાં મિત્રતા, વિશ્વાસનો અનુભવ કરાવે. ટ્રેનિંગ મોડ્‍યુલ બદલવાની જરૂર છે અને તેનો ભારતમાં આ પ્રથમ પ્રયોગ હતો અને રક્ષા શક્‍તિ યુનિવર્સિટી દેશભરમાં વિસ્‍તરશે. આપણા દેશમાં પોલીસનું વરવું ચિત્ર રજૂ કરાય છે. તે ફિલ્‍મ હોય કે અખબાર હોય પોલીસના ચિત્રણના કારણે સમાજમાં સત્‍ય પહોંચતું નથી. કોરોનાકાળમાં પોલીસે કોઇને ખાવાનું કે દવા પહોંચાડીને માનવીય ચહેરા જનસામાન્‍યમાં ઉભરી આવ્‍યા હતા. પરંતુ ફરી એ અટકી ગયું.
ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્‍યું છેકે, ફોરેન્‍સિક યુનિવર્સીટીએ અન્‍ય રાજયોમાં તેના કેમ્‍પસ વિકસાવવીને વિસ્‍તરણ કર્યુ છે. તેમ હવે રાષ્ટ્રીય રક્ષા શકિત યુનિ. ખુબ ઝડપથી તમામ ક્ષેત્રે આગળ વધશે અને કેમ્‍પસ ખોલશે. DySP, PSI અને કોન્‍સ્‍ટેબલ બનવા માગતા યુવાનોને એ લેવલની પ્રોફેશનલ ટ્રેનિંગ આપાવામાં આવશે અને સરકારી કર્મચારી નહીં પરંતુ વડાપ્રધાન કહે છે, તે રીતે કર્મયોગી બનાવવાનું વાતાવરણ અને ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર આ યુનિવર્સિટીમાં ઉપલ્‍બધ કરાવશે.
અમિતભાઇ શાહે જણાવ્‍યું હતું કે, રક્ષા શક્‍તિ યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારોહમાં આવ્‍યો છું. હવે આ યુનિવર્સીટી રાષ્ટ્રીય સ્‍તરે ઝડપથી કાર્ય કરવા આગળ વધશે. ૨૦૦૨થી ૨૦૧૩ સુધીના સમયગાળામાં આપણા વડાપ્રધાન ગુજરાતના મુખ્‍યમંત્રી હતા અને એ સમયે તેમણે કાયદો વ્‍યવસ્‍થાના વિષયને નવી રીતે જોવાની શરૂઆત કરી હતી. તેમણે સમગ્ર પોલીસ વિભાગનું આધુનિકરણ કર્યું, સોફટવેર બનાવ્‍યું, જેમાં આજસુધી ફેરબદલની જરૂર પડી નથી. દરેક પોલીસ સ્‍ટેશનમાં એ સોફટવેર છે. તત્‍કાલીન મુખ્‍યપ્રધાન અને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ નેશનલ લો યુનિવર્સીટી, ગુજરાત ફોરેન્‍સિક યુનિ., અને રક્ષાશક્‍તિ યુનિ. એમ ત્રણ યુનિવર્સીટી સ્‍થાપી, જે જયાં કાયદો વ્‍યવસ્‍થા સાથે જોડાયેલા ત્રણેય પહેલુંની ટ્રેનીગ મેળવી યુવાનો તેમાં કારકિર્દી બનાવે તેવી સુવિધા ગુજરાતમાં ઉલપબ્‍ધ કરાવી છે.
કુલપતિ બિમલ પટેલે જણાવ્‍યું હતું કે, RRUનો મુખ્‍ય ઉદેશ્‍ય યુવાનોને ઉચ્‍ચ કક્ષાની સિક્‍યુરિટી તાલીમ આપવાનો છે. છેલ્લા વર્ષમાં ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ જુદા જુદા ફિલ્‍ડમાં પ્રવેશ મેળવ્‍યો છે. લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં મુખ્‍ય અતિથિ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પહોંચ્‍યા છે.
તેમણે રાજયપાલ દેવવ્રત આચાર્ય અને ગૃહમંત્રી અમિતભાઇ શાહએ આવકાર્યા છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સહિતના ઉપસ્‍થિત રહ્યા છે. ૧૦ યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્‍યું છે. રક્ષા શક્‍તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રિય રક્ષા શક્‍તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે.

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કમલમમાં બેઠક બાદ પ્રદેશ નેતૃત્વ વચ્ચે બેઠક યોજાઇ હતી

Ahmedabad Samay

અશ્વિની વૈષ્ણવ : રાજકોટ થી વડોદરા જવા માટે અમદાવાદના બદલે સાણંદ પાસેથી જ બાયપાસ ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે.

Ahmedabad Samay

ubvp દ્વારા પ્રીમિયર લીગ સીઝન-૧, ૦૩ માર્ચે થશે શરૂ

Ahmedabad Samay

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા નવા હોદેદારો ને નિમણુંક કરાયા

Ahmedabad Samay

અમદાવાદ- પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

Ahmedabad Samay

અમદાવાદ – મણિનગરમાં યુવતીની છેડતી કરતો વિધર્મી યુવક ઝડપાયો, લોકોએ ઝખાડ્યો મેથીપાક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો