August 9, 2026
ગુજરાતઅપરાધ

૦૩ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનારની નરોડા પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપીની ધરપકડ કરી હતી.

અમદાવાદના નરોડા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર આરોપીની નરોડા પોલીસે ધરપકડ કરી છે. ગુજરાતમાં મહિલાઓ સલામત હોય તેવા દાવા કરવામાં આવે છે પરંતુ સ્થિતિ કંઈક અલગ સર્જાઈ રહી છે. રોજબરોજ છેડતી અને બળાત્કારની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં અમદાવાદના નરોડા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા થયા હોવાની ઘટના સામે આવી છે.

બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી અને તે સમયે નજીકમાં રિક્ષા લઈને બેસેલા એક યુવકે બાળકીને ફ્રુટ આપવાની લાલચ આપી હતી અને રિક્ષામાં બોલાવીને શારીરિક અડપલા કર્યા હતા. જે બાદ બાળકીએ પોતાની માતા પાસે જઈને આ અંગેની જાણ કરતા માતાએ આ ઘટના અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બાળકી સાથે અડપલા કરનાર યુવકના કપડાં અને હિલચાલ અંગે પોલીસને માહિતી આપતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી.

પ્રાથમિક તપાસમાં રિક્ષાચાલકનું નામ કલ્પેશ ચાવડા હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર મામલે નરોડા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી તેની સામે પોકસોનો ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા આરોપીને સખતમાં સખત સજા થાય તે માટે પોલીસ અને સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Related posts

રાજ શેખાવતના શરતી જામીન મંજુર, ઘર વાપસી કરશે રાજ શેખાવત

Ahmedabad Samay

નેહા રાજપૂતના નવા ગીત “રોણા તો રોણા કહેવાય છે” મચાવી ધૂમ

Ahmedabad Samay

AHPના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ બેઠકમાં જણાવ્યું કે, આગામી સમયમાં હિંદુ લઘુમતીમાં મૂકાઈ જશે

Ahmedabad Samay

કોરોના કેસ વધતા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો, કાલથી બસ સેવા બંધ

Ahmedabad Samay

અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, 21 દિવસનું દિવાળી વેકેશન, જાણો બોર્ડની પરીક્ષા, ઉનાળુ વેકેશન અંગેની માહિતી

Ahmedabad Samay

હવે સારવાર નાની હોય કે મોટી, આરોગ્‍ય વીમો તમને મદદ કરશે. જો તમને ફક્‍ત ૨ કલાક માટે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવે તો પણ તમને હક દાવો મળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો