September 21, 2026
અપરાધગુજરાત

પતિએ ” તારે મરવું હોયતો મરિજા” કહેતા પત્ની એ સાબરમતી નદીમાં જીવ ટૂંકાવ્યું

સાબરમતી નદીએ અત્યાર સુધીમાં આત્મહત્યાના ઘણા બધા કિસ્સા બની ગયા છે પરંતુ ૨૭ ફેબ્રુઆરી ના રોજ એક યુવતીએ આત્મહત્યા કરી હતી તે ચર્ચાનો વિષય બની ગયો છે, આત્મહત્યા કર્યા પહેલા એક વીડિયો બનાવી પોતાના પતિને મોકલ્યો હતો જેમાં યુવતીની માસૂમિયત અને વાતો સાંભળીને જોઈને સૌ કોઇ ની આંખ ભીની થઇ જાય.

વટવા વિસ્તારમાં રહેતી આઈશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ ૨૦૧૮ માં રાજસ્થાનના આરીફ ખાન સાથે થયા હતા. લગ્ન બાદ થોડા દિવસ બધુ સારુ ચાલ્યું હતું. પરંતુ બાદમાં તેના પતિ અને સાસરિયા તેને દહેજ બાબતે ત્રાસ આપવા લાગ્યા હતા. જેના પરિણામે એ જ વર્ષે પતિ આરીફે તેની સાથે ઝઘડો કર્યો હતો અને તેને અમદાવાદમાં પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં બંને વચ્ચે તકરાર વધતી ગઈ હતી. તેમના વચ્ચેના ઝઘડાનો અંત આવતો ન હતો.

બે વર્ષ સુધી આઈશા અને તેના પતિ વચ્ચે ઝઘડા ચાલ્યા હતા. આખરે આઈશાના પરિવારે વટવા પોલીસ સ્ટેશનમાં તેના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. આ બાદ આઈશા નોકરી કરીને પોતાનુ ગુજરાન ચલાવતી હતી. ત્યાર બાદ ગુરુવારે ફરીથી આઈશા અને તેના પતિ વચ્ચે ઝઘડો ચાલ્યો હતો. આખરે આરીફે તેને કહ્યું હતું કે, ‘તારે મરવુ હોય તો મરી જા.’ આ વાત સાંભળીને આઈશાને લાગી આવ્યુ હતું. તેણે સાબરમતી નદીમાં કૂદીને મોત વ્હાલુ કર્યું હતું. પરંતુ મોત પહેલા આઈશાએ પતિ માટે વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો પોલીસના હાથે લાગ્યો છે જેને પગલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Related posts

ફરીદાબાદ આતંકવાદી મોડ્‍યુલમાં સામેલ એક કટ્ટરપંથી મહિલા ડો. શાહીન શાહિદ છેલ્‍લા બે વર્ષથી વિસ્‍ફોટકો એકત્રિત કરી રહી હતી

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના

Ahmedabad Samay

ગુજરાતમાં H1N1 અને H3N2ના જાણો અત્યાર સુધીમાં કેટલા કેસો નોંધાયા

admin

ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટીની બબીતા જૈન દ્વારા જન સમ્પર્ક પુર જોશમાં

Ahmedabad Samay

અંગદાનનો અમદાવાદથી પ્રારંભ, ગત વર્ષે 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું થયું દાન

Ahmedabad Samay

આંધ્રપ્રદેશ: તીગલમિટ્ટા જંગલ વિસ્તારમાં માઓવાદી અને  ગ્રેહાઉડ્સ દળ વચ્ચે અથડામણ : ૬ ઠાર મરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો