રાજકોટમાં એક ધુણાસ્પદ ઘટના સામે આવી છે.જેમાં પાલક પિતાએ તેની સાવકી પુત્રી સાથે શારીરિક અડપલા કરી તાબે થવા છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ આજીડેમ પોલીસમાં નોંધાતા પોલીસે નરાધમ પાલક પિતા વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. બનાવની પોલીસમાંથી મળતી માહિતી મુજબ શહેરમાં રહેતી યુવતી દ્વારા તેના સાવકા પિતા અમૃત ગોવિંદ વાઘેલા દ્વારા છેલ્લા બે માસથી શરીર પર અડપલાં કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ તેણીએ આજીડેમ પોલીસમાં નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ફરિયાદમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,તે બે વર્ષની હતી ત્યારે તેણીના સગા પિતા તેઓને તરછોડીને જતા રહ્યા હતા ત્યારબાદ તેની માતાએ જીએડીસીમાં કિચનવેરનું કારખાનું ધરાવતા અમૃત વાઘેલા નામના શખ્સ સાથે મૈત્રી કરાર રહેવા લાગી હતી જેમાં તેઓએ બે સંતાનની પ્રાપ્તિ થઈ હતી. છેલ્લા બે માસથી યુવતીના સાવકા પિતા અમૃત વાઘેલાએ તેના પર નજર બગાડી શારીરિક અડપલા કર્યા હતા. અને જો વાતની કોઈને જાણ કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો . જેથી યુવતીએ સમગ્ર ઘટનાની વાત તેની માતાને કરતા તેની માતાએ આ બાબતે અમૃતને સમજાવતા અમૃતે યુવતીના મોઢા પર એસિડ છાંટવાની ધમકી આપી હતી. જેથી બે માસ સુધી જીવતી તેના સાવ કા પિતાનો ત્રાસ સહન કરી રહી હતી. પરંતુ અવારનવાર અમૃત દ્વારા યુવતી પર ત્રાસ ગુજારી શારીરિક અડપલા કરતો હોવાથી તેને કંટાળી ગઈકાલે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવતી ની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે અમૃત ગોવિંદ વાઘેલા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે. જો કોઈને વાત કરીશ તો મોઢા પર એસિડ છાંટી દેવાની સાવકો પિતા ધમકી દેતો. યુવતીએ પોતાના ફરિયાદમાં જણાવ્યું હતું કે , તેનો સાવકો પિતા અમૃત વાઘેલા તેની સાથે છેલ્લા બે માસથી શારીરિક અડપલા કરી ગંદા ઈશારા કરતો હતો. જે બાબતની વાત તેની માતાને કરતા તેની માતાએ અમૃતને તે બાબતે ઠપકો દીધો હતો. ઠપકો આપ્યા બાદ પણ અમૃત યુવતીને ગંદા ઈશારા કરતો હતો અને જો કોઈને વાત કરીશ તો મોઢા પર એસિડ છાંટી દેવાની યુવતીને ધમકી દેતો હતો. પરંતુ અંતે યુવતીએ કંટાળી હિંમત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અમૃતની શોધખોળ શરૂ કરી છે.