November 15, 2026
ગુજરાત

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાના નિવેદન થી કરણી સેના થઇ નારાજ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તેઓ દીકરીઓને શિક્ષણ આપવા માટે રાજપૂત સમાજને અપીલ કરી હતી. તેમણે મંચ પરથી કહ્યું કે મારા પતિ રવીન્દ્રસિંહ જાડેજા ઘરનું ૫૦%  કામ કરાવે છે. હું રોટલી કરતી હોઉં તો ચા રવીન્દ્રસિંહ મુકે છે. એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. જેને લઇને હવે વિવાદ શરૂ થયો છે.

રિવાબા જાડેજાએ કહ્યું હતું કે દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએ એ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે. તેઓ કાર્યક્રમમાં દીકરીઓને ભણાવવા અંગે વાત કરતાં હતાં ત્યારે આ વાત કહી. તેમણે કહ્યું કે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી. તેમના આ નિવેદન રાજપૂત સમાજમાં ચર્ચા નો વિષય બનીગ્યો છે.

કરણી સેનાના ગુજરાત પ્રમુખ સોનાસિંહ રાજપૂતએ જણાવ્યું હતું કેરિવાબા જાડેજા અમારી વર્ષો જૂની કરણી સેના સાથે જોડાયેલા નથી, તેઓ રિવાબા જાડેજા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સાથે જોડાયેલા છે. કરણી સેના દ્વારા રિવાબા જાડેજાના નિવેદનને વખોડી કાઢવામાં આવે છે. સમાજમાં મહિલા પુરૂષ સમાન જ છે. સોનાસિંહ રાજપૂતે  કહ્યું હતું કે મહિલાઓ આજે આઈએએસ, આઇપીએસ, નેતા બની રહી છે તે સાબિતી આપે છે બધા સમાન છે.

Related posts

જીસીએસ હોસ્પિટલમાં નેશનલ ટ્રોમા મેનેજમેન્ટ કોર્સ યોજાયો

Ahmedabad Samay

અમદાવાદ – રથયાત્રામાં સુરક્ષાને લઈને પોલીસની તડામારા તૈયારી, ડ્રોનથી સર્વેલન્સ

Ahmedabad Samay

પાટણ જિલ્લાની ચાણસ્મા, રાધનપુર અને હારીજ નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ, હવે વહીવટદારનું શાસન

Ahmedabad Samay

અમદાવાદમાં રવિવારે પાણી પુરવઠા પર અસરની શક્યતા, પાંચ ઝોનના અનેક વિસ્તારોના રહીશોએ સાવચેત રહેવું

Ahmedabad Samay

દિવાળી કેમ ઉજવાય છે? જાણો શ્રીરામ, કૃષ્ણ, માતા લક્ષ્મી અને ગુરુ હરગોવિંદ સાહેબ સાથે જોડાયેલી 6 કથાઓ

Ahmedabad Samay

ભૂપેન્‍દ્ર પટેલ ચૂંટણી માટે પાર્ટીનો ચહેરો હશે: નરેન્દ્રભાઈ મોદી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો