September 27, 2026
ગુજરાત

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાના નિવેદન થી કરણી સેના થઇ નારાજ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તેઓ દીકરીઓને શિક્ષણ આપવા માટે રાજપૂત સમાજને અપીલ કરી હતી. તેમણે મંચ પરથી કહ્યું કે મારા પતિ રવીન્દ્રસિંહ જાડેજા ઘરનું ૫૦%  કામ કરાવે છે. હું રોટલી કરતી હોઉં તો ચા રવીન્દ્રસિંહ મુકે છે. એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. જેને લઇને હવે વિવાદ શરૂ થયો છે.

રિવાબા જાડેજાએ કહ્યું હતું કે દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએ એ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે. તેઓ કાર્યક્રમમાં દીકરીઓને ભણાવવા અંગે વાત કરતાં હતાં ત્યારે આ વાત કહી. તેમણે કહ્યું કે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી. તેમના આ નિવેદન રાજપૂત સમાજમાં ચર્ચા નો વિષય બનીગ્યો છે.

કરણી સેનાના ગુજરાત પ્રમુખ સોનાસિંહ રાજપૂતએ જણાવ્યું હતું કેરિવાબા જાડેજા અમારી વર્ષો જૂની કરણી સેના સાથે જોડાયેલા નથી, તેઓ રિવાબા જાડેજા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સાથે જોડાયેલા છે. કરણી સેના દ્વારા રિવાબા જાડેજાના નિવેદનને વખોડી કાઢવામાં આવે છે. સમાજમાં મહિલા પુરૂષ સમાન જ છે. સોનાસિંહ રાજપૂતે  કહ્યું હતું કે મહિલાઓ આજે આઈએએસ, આઇપીએસ, નેતા બની રહી છે તે સાબિતી આપે છે બધા સમાન છે.

Related posts

એરપોર્ટ ખાતે CISF અને હેલપિંગ હેન્ડ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અખિલ ભારતીય ક્ષત્રિય સેવા દલ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

સી.એમ. રૂપાણી કોરોના પોઝિટિવ, ઇલેક્શન દરમિયાન હજુ કેટલાય નેતાઓ ને કોરોના થવાની શકયતા

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર તરીકે પુનમચંદ રણજીતસિંહ વણઝારા લડશે ઇલેક્શન

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઑફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ૧૫ મી ઓગષ્ટની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

GCS હોસ્પિટલ દ્વારા આયુષ્માન ભારત દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો