May 15, 2026
ગુજરાતરાજકારણ

પાટણ જિલ્લાની ચાણસ્મા, રાધનપુર અને હારીજ નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ, હવે વહીવટદારનું શાસન

ગુજરાતમાં બે જિલ્લા પંચાયત તેમજ કેટલીક નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત ફેબ્રુઆરી-23 માં પૂરી થતાં હવે જ્યાં સુધી નવી ચૂંટણી જાહેર ના થાય ત્યાં સુધી વહીવટદાર દ્વારા પાલિકાનું શાસનની ધુરા સંભાળી કામકાજ ચાલશે. પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં ચાણસ્મા, રાધનપુર અને હારીજ પાલિકાની પાંચ વર્ષની મુદ્દત ફેબ્રુઆરી-23 માં પૂરી થઇ જતાં હવે આ ત્રણ નગરપાલિકામાં વહીવટદારનું શાસન આપ્યું છે.

પાટણ જિલ્લાની ત્રણ પાલિકામાં હારીજ અને ચાણસ્મા ભાજપ પાસે પાસે હતી જ્યારે, રાધનપુર પાલિકા કોંગ્રેસ પાસે હતી. ત્રણેય પાલિકાના પાંચ વર્ષના શાસનની વાત કરીએ તો સ્થાનિક પ્રશ્નોના ઉકેલવામાં સત્તાધીશો અધુરા ઉણા ઉતર્યા હતા અને માત્ર ગ્રાન્ટ, કમીશન, ભ્રષ્ટાચારના આક્ષેપો વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા હતાં.

ત્રણેય નગરપાલિકામાં ચાણસ્મા નગરપાલિકાની પાંચ વર્ષની કામ કરવાની સ્થિતિ કંઇક અંશે સારી હતી અને ચાણસ્મા નગરપાલિકા અખબારોની સુરખીઓમાં ચમકી નહતી. જ્યારે રાધનપુર અને હારીજ નગરપાલિકા સતત પાંચ વર્ષ સુધી પાલિકાની વહીવટીય કામગીરીની ઉણપના કારણે અખબારોની સુરખીઓમાં રહી હતી.

પાટણ જિલ્લાના હારીજ પાલિકાની વાત કરીએ તો પાલિકાની જો નબળી કામગીરી હોય તો તે ભુગર્ભ ગટર યોજનામાં સતત માછલા પાલિકા પર ધોવાયા હતા. હારીજ શહેરમાં સૌથી મોટી જો સમસ્યા છે તે ઉભરાતી ભુગર્ભ ગટરના પાણીની છે. પાંચ વર્ષના શાસનમાં 24 સભ્યો માંથી 13 સભ્યો શાસક પક્ષના હોવા છતાં સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નહતો. વિપક્ષ તો વિરોધ કરે તે સ્વાભાવિક છે પરંતુ શાસક પક્ષના કેટલાક સભ્યો પણ આ મુદ્દે અકળાયા હતા અને બેથી ત્રણ વખત રાજીનામું આપવાનું નાટક કરી ને આખરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જો કે હવે તો સભ્યો બધા ભુતપૂર્વ બની ગયા છે. ત્યારે ચીફઓફીસરના હાથમાં વહીવટ આવ્યો છે. ત્યારે હારીજ શહેરના પ્રશ્નોમાં સ્વચ્છતા, ટ્રાફીક, દબાણ, પીવાના પાણી જેવી સમસ્યાઓનો ઉકેલ કેવો લાવે છે તે જોવાનું રહ્યું.

બીજી બાજુ રાધનપુર નગરપાલિકાની વાત કરીઅએ તો અહીં શાસન કોંગ્રેસનું હતું એટલે સરકારના નગરપાલિકા વિકાસ કમિશ્નર દ્વારા કિન્નાખોરી રાખવામાં આવી હોવાનો વારંવાર આક્ષેપ સત્તાધારી પક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસના પાંચ વર્ષના શાસનમાં પીવાના પાણીની સમસ્યા વચ્ચે રોજબરોજ પાલિકામાં વિરોધના કાર્યક્રમોમાં માટલા ફોડ, હલ્લાબોલ, જેવા વિરોધ થઇ રહ્યા હતા તો અહીં પણ ભુગર્ભ ગટરનાં 98 લાખના બિલ ને લઇ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતાં. રાધનપુર નગરપાલિકામાં ચીફ ઓફીસર તરીકે જે મહિલા કામ કરતા હતા તેમના પર ભ્રષ્ટાચારનો સૌથી મોટો આક્ષેપ થયો હતો. તેમજ અહીં પાંચ વર્ષમાં પાંચથી વધુ ચીફ ઓફીસરો બદલાયા હતા. સત્તાધારી પક્ષમાં પણ વહીવટની ત્રુટીઓના કારણે અંદરોઅંદર વિખવાદ ચાલુ રહ્યા હતાં. જેમાં કારોબારી પણ આપ્યું હતું. રાધનપુર શહેરમાં વરસાદી પાણીના ચેરમેનને રાજીનામુ નિકાલ કરવામાં કોંગ્રેસ નબળુ પુરવાર થતાં વિધાનસભાની ચૂંટણીમાં પણ માર ખાવો પડ્યો હતો અને લોકોએ ભાજપને મત આપી વિરોધ નોંધાવ્યો હતો.

Related posts

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અમદાવાદ શહેરના પદાધિકારીઓ ની નિયુક્તિ કરાઇ

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો

Ahmedabad Samay

પાન મસાલા સ્ટોક કરીલો, કોરોના કંટ્રોલમાં ના આવે ત્યા સુધી શહેરના પાન ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કરાયો

Ahmedabad Samay

નરેન્દ્રભાઈ મોદીનું પ્રજાને પાંચમી વાર સંબોધન

Ahmedabad Samay

નાગબંધમ ફિલ્‍મ ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર થશે રિલીઝ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો