September 21, 2026
ગુજરાત

જીસીએસ હોસ્પિટલમાં નેશનલ ટ્રોમા મેનેજમેન્ટ કોર્સ યોજાયો

64મો નેશનલ ટ્રોમા મેનેજમેન્ટ કોર્સ જીસીએસ હોસ્પિટલ, અમદાવાદ ખાતે યોજાયો હતો. આ અભ્યાસક્રમ એકેડેમી ઓફ ટ્રોમેટોલોજી (ઇન્ડિયા), ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સર્જરી ઓફ ટ્રોમા એન્ડ સર્જિકલ ઇન્ટેન્સિવ કેર અને જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે 25-26 જૂનના રોજ યોજવામાં આવ્યો હતો.

ભારતભરમાંથી 51 થી વધુ પ્રતિનિધિઓએ આ બે દિવસીય કોર્સમાં ભાગ લીધો હતો, જેમાં એક્સિડેન્ટથી થતા માથાની ઇજા, કરોડરજ્જુની ઇજા, બાળકોની ઇજા, એક્સિડન્ટ અને હેમરેજ ની સારવાર દ્વારા મૃત્યુદર ઓછો કરવા અને જીવન બચાવવાની પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કોર્સમાં પ્રેક્ટિકલ સાથે પોલીટ્રોમા દર્દીઓના ઝડપી સારવારના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા.

આ કોર્સ અનુભવી પ્રોફેસર ડો.પંકજ પટેલ (ભૂતપૂર્વ ડીન એનએચએલ મેડિકલ કોલેજ), ડો. મંજુલ જોશીપુરા, ડો. રશેસ દિવાન, ડો. દીપા બેન્કર, ડો. ધીરેન ગાંજવાલા, ડો. આશિમા પરીખ, ડો. કેતન પટેલ અને ડો. હીના છાનવાલ(ઓર્ગનાઈઝીંગ સેક્રેટરી) દ્વારા શીખવાવમાં આવ્યો હતો. આ કોર્સને જીએમસી નિરીક્ષક ડો.તેજસ્વીની શેઠ દ્વારા 7 ક્રેડિટ કલાક માટે માન્યતા આપવામાં આવી હતી.

Related posts

ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર ચેતીજજો, ઇ-મેમો પાવાનું ફરી શરૂ

Ahmedabad Samay

વિરમગામ – હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા પેરીડોમેસ્ટિક કામગિરી ઉપરાંત પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ

Ahmedabad Samay

અમદાવાદ પૂર્વની બેઠક પરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર

Ahmedabad Samay

૨૦૦૦₹ની નોટોની અફવાથી દૂર રહેવું,જેમની પાસે બેંક ખાતું નથી, તો તેઓ ૨૦૦૦ રૂપિયાની નોટ આ રીતે બદલી શકશે.

Ahmedabad Samay

45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ બંધ

Ahmedabad Samay

WHOનો ધડાકો… કોરોના વાયરસના બીજા અને અત્યંત ઘાતક તબક્કામાં આપણે પહોંચી ચુકયા છીએ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો