September 21, 2026
જીવનશૈલી

હવે કયારે મૃત્યુ પામશો તે અગાઉથીજ જાણી શકાશે.મોતની તારીખ જણાવતું એક કેલ્કયુલેટર લોંચ

માર્કેટમાં મોતની તારીખ જણાવતું એક કેલ્કયુલેટર લોંચ કરવામાં આવ્યું છે. આ કેલ્કયુલેટરનું નામ છે Risk Evaluation for Support: Predictions for Elder-Life in the Community Tool (RESPECT). જેમાં દુનિયાના વૃદ્ઘોનો ડેટા ફીડ કરવામાં આવ્યો છે. જેનાથી તેમની જિંદગીની સરેરાશ ઉંમર કાઢીને તેના મોતની તારીખની ગણતરી કરવામાં આવે છે. આ ડિવાઇઝ આગામી ચાર અઠવાડિયામાં થનારા મોતનું પણ અનુમાન લગાવી શકે છે.

આ ડિવાઇસની તૈયારી ૨૦૧૩ના વર્ષથી ચાલી રહી હતી. ત્યારથી ૨૦૧૭ વચ્ચે આશરે પાંચ લાખ લોકોની મેડિકલ સ્થિતિ તેમજ હાલતની વિગત આ ડિવાઇસમાં ફીડ કરવામાં આવી છે. આ એવા લોકો હતા જેમનું આગામી પાંચ વર્ષમાં મોત થવાની સંભાવના હતી. આ જ આધારે સંશોધકોએ આગામી તૈયારી પર કામ શરૂ કર્યું હતું. લોકોએ પોતાના સ્વાસ્થ્ય સંબંધી જાણકારી આપી હતી. જેમાં તેમણે કમજોરી અને સ્ટ્રોકની માહિતી પણ આપી હતી. એના આધારે નક્કી કરવામાં આવ્યું કે તે વ્યકિત હવે આગામી કેટલા વર્ષ સુધી જીવશે.

સંશોધકોને માલુમ પડ્યું કે, બીમાર થયા બાદ વ્યકિત દ્યટી ગયેલી શારીરિક ક્ષમતા સાથે તેના મોતનો સંબંધ છે. જો અચાનક બોડીમાં સોજો આવી રહ્યો છે, વજન ઓછું થઈ રહ્યું છે, ભૂખ નથી લાગી રહી તો આ તમામ મોતના નિશાન છે. તેનું આગામી મહિને જ મોતની સંભાવના છે.

New up 01

Related posts

રૂ. ૪૦થી ૪૫ની કિલો મળતી ખાંડ રૂ. ૬૫થી ૭૦ની કિલો સુધી પહોંચી

Ahmedabad Samay

દુબળા પાતળા શરીરને હેલ્દી બનાવવા માટે આ લોટનું કરો સેવન

Ahmedabad Samay

મલાઈકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્‍ટમાં તેણે સૂર્ય નમસ્‍કારના ફાયદા અને આ ૧૨ યોગ આસનોની સિરીઝના મહત્‍વ વિશે વાત કરી

Ahmedabad Samay

ક્વોન્ટમની દ્રષ્ટિએ બ્રહ્માંડ એક અત્યાધુનિક કમ્પ્યુટર પ્રોગ્રામ અથવા વિડીયો ગેમ જેવું છે

Ahmedabad Samay

જાણો શુ છે ” અંતર આત્માનું સુખ” (પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર)

Ahmedabad Samay

ભૂલથી પણ આ 5 શાકભાજી ન ખાતા કાચા, પેટથી લઈને પાચન સુધીની સમસ્યાઓનો ખતરો વધી જશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો