માર્કેટમાં મોતની તારીખ જણાવતું એક કેલ્કયુલેટર લોંચ કરવામાં આવ્યું છે. આ કેલ્કયુલેટરનું નામ છે Risk Evaluation for Support: Predictions for Elder-Life in the Community Tool (RESPECT). જેમાં દુનિયાના વૃદ્ઘોનો ડેટા ફીડ કરવામાં આવ્યો છે. જેનાથી તેમની જિંદગીની સરેરાશ ઉંમર કાઢીને તેના મોતની તારીખની ગણતરી કરવામાં આવે છે. આ ડિવાઇઝ આગામી ચાર અઠવાડિયામાં થનારા મોતનું પણ અનુમાન લગાવી શકે છે.
આ ડિવાઇસની તૈયારી ૨૦૧૩ના વર્ષથી ચાલી રહી હતી. ત્યારથી ૨૦૧૭ વચ્ચે આશરે પાંચ લાખ લોકોની મેડિકલ સ્થિતિ તેમજ હાલતની વિગત આ ડિવાઇસમાં ફીડ કરવામાં આવી છે. આ એવા લોકો હતા જેમનું આગામી પાંચ વર્ષમાં મોત થવાની સંભાવના હતી. આ જ આધારે સંશોધકોએ આગામી તૈયારી પર કામ શરૂ કર્યું હતું. લોકોએ પોતાના સ્વાસ્થ્ય સંબંધી જાણકારી આપી હતી. જેમાં તેમણે કમજોરી અને સ્ટ્રોકની માહિતી પણ આપી હતી. એના આધારે નક્કી કરવામાં આવ્યું કે તે વ્યકિત હવે આગામી કેટલા વર્ષ સુધી જીવશે.
સંશોધકોને માલુમ પડ્યું કે, બીમાર થયા બાદ વ્યકિત દ્યટી ગયેલી શારીરિક ક્ષમતા સાથે તેના મોતનો સંબંધ છે. જો અચાનક બોડીમાં સોજો આવી રહ્યો છે, વજન ઓછું થઈ રહ્યું છે, ભૂખ નથી લાગી રહી તો આ તમામ મોતના નિશાન છે. તેનું આગામી મહિને જ મોતની સંભાવના છે.