November 7, 2026
ગુજરાત

ગુજરાતમાં યુવાનો માટે પર્વતારોહણ સ્પર્ધાની તક, 20 નવેમ્બર સુધી કરી શકાશે અરજી

રાજ્યના 14થી 35 વર્ષના યુવક-યુવતીઓ લઈ શકશે ભાગ; ઓસમ, ચોટીલા, ઈડરિયો પર્વત, પાવાગઢ અને પારનેરા ડુંગર પર યોજાશે સ્પર્ધા

ગુજરાત: રાજ્યના યુવક-યુવતીઓમાં સાહસિક પ્રવૃત્તિઓ અને પર્વતારોહણ પ્રત્યે રસ વધે તે હેતુથી કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ડિસેમ્બર-2026માં ‘ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક 14થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ પાસેથી 20 નવેમ્બર, 2026 સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે.

પાંચ પર્વતો પર યોજાશે સ્પર્ધા

આ એક દિવસીય સ્પર્ધા જુનિયર અને સિનિયર એમ બે વિભાગમાં યોજાશે. 14થી 18 વર્ષના જુનિયર વિભાગના ભાઈઓ અને બહેનો માટે રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલા ઓસમ પર્વત, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પર્વત અને સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આવેલા ઈડરિયો પર્વત પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

જ્યારે 19થી 35 વર્ષના સિનિયર વિભાગના સ્પર્ધકો માટે પંચમહાલ જિલ્લાના પાવાગઢ પર્વત અને વલસાડ જિલ્લાના પારનેરા ડુંગર પર સ્પર્ધા યોજાશે.

20 નવેમ્બર સુધીમાં અરજી કરવી જરૂરી

સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો સંબંધિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી અરજી ફોર્મ મેળવી શકશે. જરૂરી આધાર-પુરાવા સાથે ભરેલું અરજી ફોર્મ રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પંચમહાલ અને વલસાડ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અથવા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે 20 નવેમ્બર, 2026 સુધીમાં જમા કરાવવાનું રહેશે.

સ્પર્ધકોને મળશે પ્રમાણપત્ર અને સુવિધા

સ્પર્ધામાં ભાગ લેનાર ઉમેદવારોએ નિયત સ્થળે પોતાના ખર્ચે આવવા-જવાનું રહેશે. જોકે, સ્પર્ધા દરમિયાન નિવાસ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ભાગ લેનારા તમામ સ્પર્ધકોને રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. સ્પર્ધા માટે પસંદગી પામેલા યુવક-યુવતીઓને સંબંધિત કચેરી દ્વારા જાણ કરવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો વધુ માહિતી અને માર્ગદર્શન માટે રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પંચમહાલ અને વલસાડના જિલ્લા યુવા વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકશે.

Related posts

કાજલ હિન્દુસ્તાનીએ કોંગ્રેસ નેતા પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે કોંગ્રેસના એક નેતા તેમને ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે

Ahmedabad Samay

રાજ્યમાં ૦૯ આઇ.એ.એસ. ની બદલી

Ahmedabad Samay

નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટ અનુસાર, જીટીયુ –જીએસપી સમગ્ર દેશમાં 71માં સ્થાને

Ahmedabad Samay

નવા ૩૧ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઉમેરો કરવામાં આવ્યો

Ahmedabad Samay

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું થયું નિધન

Ahmedabad Samay

રાષ્ટ્રવાદી યોધ્ધાઓનુ રણ સંગ્રામ જન મહામંથન માટે નમો સેના દ્વારા ગુજરાતના રાષ્ટ્રવાદી અગ્રણીઓ‌ સાથે બેઠક યોજાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો