નકલી ડૉક્ટરોનો પકડાવાનો સિલસિલો હજુ ચાલુજ છે પોલીસ પણ બાજ નજર રાખી એક પછી એક લોકોના જીવ સાથે રમત રમનારા ડો.ની ધરપકડ કરવામાં વ્યસ્ત થઇ ગઇ છે એક પછી એક બાતમીના આધારે નકલી ડોકટરોની ધરપકડ કરી પર્દાફાશ કરવામાં આવી રહ્યું છે
તેવામાં એસ.ઓ.જી શાખાના અ.હે.કો. મહેશભાઇ પૂરષોત્તમભાઇને બાતમીના ચોક્કસ આધારભુત માહિતીના આધારે રેથલ ગામે ભીખાભાઇ જીવાભાઇ સોલંકીના મકાનમાં ભાડેથી ગેર કાયદેસર રીતે દવાખાનુ રાખી ર્ડાક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસ કરી ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપતો ઇસમ સુરેશકુમાર જોઈતારામ મોદીની ધરપકડ કરવામાં આવી છે.
બોગસ ડોક્ટર દ્વારા દવાખાનામાં જુદી-જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડીકલના સાધનો રાખતો હતો અને લોકોના જીવ સાથે રમત રમતો હતો,
પોલીસ દ્વારા કુલ મળી કિં.રૂ.૧૫,૩૫૨/- ના મુદ્દામાલ સાથે પકડી ઇસમ વિરૂધ્ધ સાંણદ જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો રજીસ્ટર કરી સફળ કામગીરી કરવામા આવેલ છે.