November 8, 2026
દુનિયા

અફઘાનિસ્તાન એકા એક ધમાકાથી કાપી ઉઠ્યું

અફઘાનિસ્તાન એક પછી એક ઘમાકાઓથી કાપી ઉઢયુ છે, મોડી રાત્રે કાબુલ એરપોર્ટના નોર્થ ગેટ પાસે  ભયાનક વિસ્ફોટ થયાનું સ્થાનિક સૂત્રો જણાવે છે : એ પહેલાં થયેલા બે વિસ્ફોટમાં અમેરિકાના કુલ ૪ મરીન કમાન્ડો ના મૃત્યુ થયાનું કાબુલમાં રહેલ યુ.એસ. રાજદૂતે જણાવ્યું છે.

અફઘાનિસ્તાનમાંથી બહાર લઈ જવા માટે અમેરિકન સૈનિકો અત્યાર સુધી અમેરિકન નાગરિકોને કાબુલ એરપોર્ટ ઉપર જ્યાં આવકારતા હતા તે “એબ્બે ગેટ”ની બહાર હુમલો થયો હતો.

કાબુલ એરપોર્ટ પાસે  ભયાનક વિસ્ફોટ થયા  અને રસ્તાઓ પર અંધાધૂંધ ગોળીબાર થઈ રહ્યો હતો. નિર્દોષ અફઘાન નાગરિકો મોતના મુખમાં ધકેલાય રહ્યા છે. ISIS ના આતંકીઓ કહેર બનીને કાબુલ પર તૂટી પડ્યા છે.

૧૦૦ થી પણ વધુ લોકોએ આત્મઘાતી હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો અથવા ઘાયલ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે, અમેરિકી રાષ્ટ્રીપતિ બિડેન અને યુ.કે ના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને કટોકટીની બેઠક બોલાવી હતી. તો બીજી બાજુ કાબુલ બાદ કઝાકિસ્તાનના તરાજના મિલિટરી બેઝ પર મોટો બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.

આઇ એસ આઇ એસ એ કાબુલમાં થયેલ હુમલાઓ જવાબદારી લેતા મોડી રાત્રે એ આત્મઘાતી આતંકીનો ફોટો જાહેર કર્યો છે જેણે કાબુલ એરપોર્ટ પર પહેલો આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો. આઇ એસ આઇ એસ એ દાવો કર્યો છે કે આ આત્મઘાતી હુમલાખોરો પૈકીનો એક છે જેણે આજે કાબુલ એરપોર્ટ પર રહેલ અમેરિકી સેનિકો અને અધિકારીઓને નિશાન બનાવ્યા હતા અને તેનું નામ અબ્દુલ રહેમાન અલ લોઘારી

Related posts

સુમિત અંતિલે ભારત માટે જ્વેલિન થ્રોનામાં ત્રીજો મેડલ જીત્યો

Ahmedabad Samay

ટેકનિકલ ખામીને કારણે સુનિતા વિલયમ્સને ૦૮ દિવસના બદલે ત્યાં નવ મહિનાથી વધુ સમય પસાર કરવો પડ્યો

Ahmedabad Samay

યુગાન્ડાના મશહૂર ફિલ્મ ડીરેક્ટર દીપ ભોજકરે અમદાવાદ સમયના માધ્યમથી ભારતને સોન્ગ ડેડીકેટ કર્યું

Ahmedabad Samay

૨૫મેં થી આંતરરાજ્ય ઉડાન શરૂ

Ahmedabad Samay

તહરીક-એ-જેહાદ પાકિસ્‍તાનના આતંકવાદીઓએ બલૂચિસ્‍તાન પ્રાંતમાં આર્મી બેઝ પર ભીષણ હુમલો કર્યો

Ahmedabad Samay

અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં લુઇસવિલે એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ યુપીએસનું એક મોટું કાર્ગો વિમાન ક્રેશ થયું, જુવો લાઈવ ફ્લાઇટ ક્રેશનો વિડીયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો