August 8, 2026
ગુજરાત

NSUI દ્વારા RTE માં ખોટા પુરાવા આપી પ્રવેશ મેળવેલ લોકો સામે તપાસ કરવા આવેદનપત્ર અપાયું

RTE માં ખોટા પુરાવા આપીને પ્રવેશ મેળવનાર સામે યોગ્ય પગલા લેવા માટે આજ રોજ કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ.

છેલ્લા ૨ વર્ષ થી RTE ની પ્રક્રિયા ખૂબ મોડી શરુ કરવામાં આવી રહી છે . તેમાં પણ પૂરાવા એકત્રિત કરવા માટે નો સમય પણ ખૂબ ઓછો આપવામાં આવે છે . જેના કારણે ગરીબ નિરાધાર વાલીઓ પોતાના બાળક ને સારું શિક્ષણ મળે તે માટે પોતાના કામકાજ છોડી અને તમામ પૂરાવા એકત્રિત કરવા માટે સરકારી કચેરીઓ ના ધક્કે ચઢતા હોય છે . ઘણી બધી વાર આ પૂરાવા ભેગા ન થયી શકતા હોય ગરીબ વિધાર્થીઓ RTE યોજના નો લાભ લયી નથી શકતા .

બીજી તરફ પૈસાદાર વગદાર લોકો પોતાની ઓળખાણનો દૂરઉપયોગ કરી ખોટા પૂરાવા ઉભા કરી જે યોજનાનો લાભ ગરીબ મધ્યમ વર્ગના વિધાર્થીઓ ને મળવા પાત્ર હોય છે થોડા સમય પહેલાજ એક કિસ્સો સામે આવ્યા હતો કે RTE માં પ્રવેશ મેળવ્યો હતો તેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ખોટા પુરાવા આપી RTE નું ફોર્મ ભર્યું હતું, તે વાલીએ ૪ લાખની ઇન્કમટેક્સની ભરપાઇ કરી હતી.      તે યોજના નો લાભ પૈસાદાર લોકો ઉઠાવતા હોય છે .

સામાન્ય માણસ જેની પરિસ્થિતિ ખરાબ હોય તેને આવકના દાખલાથી લયી તમામ સરકારી પૂરાવા એકત્ર કરવામાં ઘણી બધી તકલીફો પડતી હોય છે.પરંતુ પૈસાદાર લોકો ને આ દસ્તાવેજો આસાની થી પ્રાપ્ત થયી જતા હોય છે .

કેટલાય અધિકારીઓ ની મીલિભગત થી અથવા કોઇ પણ પૂરાવા સાચા છે કે ખોટા તે તપાસ્યા વગર જ આવકના ખોટા દાખલા આપી દેવામાં આવે છે જેના કારણે જે લોકોને ખરેખર આ યોજનાનો લાભ મળવો જોઇએ એ મળતો નથી .

શિક્ષણ અધિકારી શ્રી તરફથી પણ ઘણા આવા બધા કિસ્સાઓ ને સંજ્ઞાન મા લયી શાળાઓ ને લેખિત ફરિયાદ કરવા સૂચન આપેલું છે . ત્યારે જે અધિકારીઓ એ ખોટી રીતે આવા સરકારી પૂરાવા ઉભા કરી પૈસાદાર લોકો ને મદદ કરી હોય તેમની સામે પણ પગલા લેવામાં આવે

તેવી NSUI દ્વારા માંગણી કરવામાં આવી છે અને સાથે સાથે ચીમકી પણ આપી છે કે જો યોગ્ય પગલા લેવામા નહિ આવે તો ઉગ્ર આંદોલ કરાશે.

Related posts

આખું ધંધુકા પંથક ભડકે બળયુ, ધર્મેશ ગમારા નામના યુવકની ઘાતકી હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા

Ahmedabad Samay

કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો

Ahmedabad Samay

વીર શહીદ ગોપાલસિંહ ભદૌરીયાના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્થે સુંદરકાંડનું આયોજન કરાયું

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરતા રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પાણીનું નિકાલ કરવાનું કામ હાથધરાયું

Ahmedabad Samay

ઓગસ્ટની રજાઓમાં અમદાવાદથી ગોવાની ટિકિટોના ભાવો અધધ વધ્યા, અમદાવાદીઓથી રાજસ્થાનની હોટલો ફૂલ

Ahmedabad Samay

ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત દસ્તાવેજની વેલિડિટી સપ્ટેમ્બર સુધી લંબાવાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો