મંગળવારે વહેલી સવારે અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં લુઇસવિલે એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ યુપીએસનું એક મોટું કાર્ગો વિમાન ક્રેશ થયું હતું. વિમાન જમીન પર પટકાતા જ તેમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટના રહેણાંક વિસ્તારોની નજીક બની હતી, જેના પગલે આસપાસની ઇમારતો બંધ કરાવી દેવાઈ હતી.
અમેરિકાના કેન્ટુકીમાં મંગળવારે વહેલી સવારે એક મોટી વિમાન દુર્ઘટના ઘટી હતી. લુઇસવિલે મુહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની એકાદ મિનિટમાં જ યુપીએસનું એક કાર્ગો વિમાન ક્રેશ થઈ ગયું હતું. જમીન પર પટકાતાની સાથે જ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.
https://www.instagram.com/reel/DQp3dTTDIVz/?igsh=bnRyYXBxOXRiZTB1
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) એ એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે, યુપીએસ ફ્લાઇટ ૨૯૭૬, જે મેકડોનેલ ડગ્લાસ એમડી-૧૧એફ વિમાન હતું, તેણે ૪ નવેમ્બરના રોજ સ્થાનિક સમય મુજબ સવારે ૫ વાગ્યેને ૧૫ મિનિટે ટેકઓફ કર્યું હતું અને તરત જ ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટના એરપોર્ટ નજીકના બીએઇ, વોશિંગ્ટન અરિરોલ્ટે અને નબ્સન જેવા રહેણાંક વિસ્તારો પાસે બની હતી, જાનહાનિ અંગેનો કોઈ સત્તાવાર અહેવાલ હજુ સુધી પ્રાપ્ત થયો નથી. ઉલ્લેખનીય છે કે લુઇસવિલે એરપોર્ટ યુપીએસ એર કાર્ગો માટેનું એક મોટું વૈશ્વિક કેન્દ્ર છે
