અફઘાનિસ્તાન એક પછી એક ઘમાકાઓથી કાપી ઉઢયુ છે, મોડી રાત્રે કાબુલ એરપોર્ટના નોર્થ ગેટ પાસે ભયાનક વિસ્ફોટ થયાનું સ્થાનિક સૂત્રો જણાવે છે : એ પહેલાં થયેલા બે વિસ્ફોટમાં અમેરિકાના કુલ ૪ મરીન કમાન્ડો ના મૃત્યુ થયાનું કાબુલમાં રહેલ યુ.એસ. રાજદૂતે જણાવ્યું છે.
અફઘાનિસ્તાનમાંથી બહાર લઈ જવા માટે અમેરિકન સૈનિકો અત્યાર સુધી અમેરિકન નાગરિકોને કાબુલ એરપોર્ટ ઉપર જ્યાં આવકારતા હતા તે “એબ્બે ગેટ”ની બહાર હુમલો થયો હતો.
કાબુલ એરપોર્ટ પાસે ભયાનક વિસ્ફોટ થયા અને રસ્તાઓ પર અંધાધૂંધ ગોળીબાર થઈ રહ્યો હતો. નિર્દોષ અફઘાન નાગરિકો મોતના મુખમાં ધકેલાય રહ્યા છે. ISIS ના આતંકીઓ કહેર બનીને કાબુલ પર તૂટી પડ્યા છે.
૧૦૦ થી પણ વધુ લોકોએ આત્મઘાતી હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો અથવા ઘાયલ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે, અમેરિકી રાષ્ટ્રીપતિ બિડેન અને યુ.કે ના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને કટોકટીની બેઠક બોલાવી હતી. તો બીજી બાજુ કાબુલ બાદ કઝાકિસ્તાનના તરાજના મિલિટરી બેઝ પર મોટો બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.
આઇ એસ આઇ એસ એ કાબુલમાં થયેલ હુમલાઓ જવાબદારી લેતા મોડી રાત્રે એ આત્મઘાતી આતંકીનો ફોટો જાહેર કર્યો છે જેણે કાબુલ એરપોર્ટ પર પહેલો આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો. આઇ એસ આઇ એસ એ દાવો કર્યો છે કે આ આત્મઘાતી હુમલાખોરો પૈકીનો એક છે જેણે આજે કાબુલ એરપોર્ટ પર રહેલ અમેરિકી સેનિકો અને અધિકારીઓને નિશાન બનાવ્યા હતા અને તેનું નામ અબ્દુલ રહેમાન અલ લોઘારી