October 13, 2026
દુનિયા

અમેરિકાએ કાબુલથી છેલ્લી લશ્કરી ફ્લાઇટ રવાના કર્યું

અમેરિકાએ કાબુલથી છેલ્લી લશ્કરી ફ્લાઇટ રવાના કરવા સાથે અફઘાનિસ્તાનમાં તેના ૨૦ વર્ષના લશ્કરી મિશનને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.  સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર જનરલ કેનેથ મેકેન્ઝીએ જણાવ્યું હતું કે ૧૪ ઓગસ્ટથી અમેરિકાએ કાબુલમાંથી ૬૬ હજાર અમેરિકન નાગરિકો સહિત ૭૯૦૦૦ લોકોને બહાર કા્યા છે.  અમેરિકાએ સી -૧૭ મિલિટરી એરક્રાફ્ટમાં ગત રાત્રે ૧૨ વાગ્યા પહેલા હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની છેલ્લી ફ્લાઇટ રવાના કરી હતી.

તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું છે કે અફઘાનિસ્તાને અમેરિકનોની વિદાય બાદ હવે સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે.

દરમિયાન, અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિકને કહ્યું કે અફઘાનિસ્તાનમાં તેમનું અભિયાન ચાલુ રહેશે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કાબુલમાંથી અમેરિકન સૈનિકોના સંપૂર્ણ રવાનગીની અંતિમ તારીખ ૩૧ ઓગસ્ટ નક્કી કરી હતી.  તેમણે કહ્યું કે આ નિર્ણય સંયુક્ત ચીફ ઓફ આર્મી સ્ટાફ અને તમામ યુએસ કમાન્ડરોની સર્વસંમતિથી એરલિફ્ટ મિશનને યોજના મુજબ પૂર્ણ કરવા પર આધારિત છે.

Related posts

JIO ના માલિક આકાશ અંબાણીનું નામ ટાઇમ મેગેઝિનની વિશ્વના ઉભરતા લીડર  Time100નેક્‍સ્‍ટની યાદીમાં સામેલ કરવામાં આવ્‍યુ

Ahmedabad Samay

એક એવો ગ્રહ મળ્યો છે જેનો આકાર એક ‘લીંબુ’ અથવા ‘રગ્બી બોલ’ જેવો છે, ત્યાં વરસાદ નહીં હીરા વરસેછે,વધુ જાણો આ રહસ્યમય ગ્રહ વિશે

Ahmedabad Samay

કતારના ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ,ભારતીય અને પાકિસ્તાની મૂળના ઓછામાં ઓછા 13 નિર્દોષ શ્રમિકોના દર્દનાક મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 66 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ, હેલ્પલાઇન જાહેર

Ahmedabad Samay

નેધરલેન્ડથી ઐતિહાસિક અને અમૂલ્ય સાંસ્કૃતિક ખજાનો સ્વદેશ પરત લાવવામાં મોટી સફળતા મળી

Ahmedabad Samay

બાંગ્લાદેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો, શેખ હસીના રાજીનામુ આપી દિલ્હી આવ્યા અને હવે લંડન જશે

Ahmedabad Samay

રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો