August 7, 2026
દુનિયાદેશ

હવે મોતિયાના દરેક દર્દીને સર્જરી કરાવવાની જરૂર નહીં પડે

હવે મોતિયાના દરેક દર્દીને સર્જરી કરાવવાની જરૂર નહીં પડે. વૈજ્ઞાનિકોએ છરીની જેમ દેખાતું એવું ઈમ્પ્લાન્ટ તૈયાર કર્યું છે જે મોતિયાને વધવા નહીં દે. ઈમ્પ્લાન્ટને તૈયાર કરનાર અમેરિકાની ફાર્મા કંપની નેકયુટી ફાર્માસ્યુટિકલ્સનું કહેવું છે કે, તેના દ્વારા દ્યણા હદ સુધી સર્જરીને રોકવામાં સફળતા મળી શકે છે.

આ રીતે કામ કરે છે નવું ઈમ્પ્લાન્ટ.

અમેરિકી ફાર્મા કંપની નેફ્યુટી ફાર્માસ્યુટિકલ્સનું કહેવું છે કે, આ ઈમ્પ્લાન્ટનું નામ NPI-002 છે. સામાન્ય રીતે આંખોમાં કેલ્શિયમનું સ્તર વધવા પર મોતિયો આવે છે. આ નવું ઈમ્પ્લાન્ટ આ કેલ્શિયમને

વધવાથી રોકે છે. દુનિયાભરના વૃદ્ઘોમાં વધી રહેલી મોતિયાની બીમારીને રોકવા માટે નવા ઈમ્પ્લાન્ટનું હ્યુમન ટ્રાયલ જલ્દી જ શરૂ કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે હ્યુમન ટ્રાયલ સફળ રહેશે તો આ ઈમ્પ્લાન્ટ એક મોટો ફેરફાર લાવી શકે છે. હ્યુમન ટ્રાયલમાં ૬૫ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના ૩૦ લોકો શામેલ કરવામાં આવશે.

કંપનીનો દાવો છે કે દર્દીઓની આંખમાં આ ઈમ્પ્લાન્ટને સીધો ઈન્જેકટ કરવામાં આવશે. આ ઈમ્પ્લાન્ટ આંખોમાં ધીરે ધીરે એન્ટીઓકસીડેન્ટ્સ પહોંચાડતુ રહે છે. તેની મદદથી મોતિયાની અસર ઘટી જાય છે અને સર્જરીની જરૂર નથી પડતી

Related posts

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપ્યું

Ahmedabad Samay

મ્યાનમારમાં શુક્રવારે બપોરે 12:50 વાગ્યે  7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેણે દક્ષિણપૂર્વ એશિયાના વિશાળ વિસ્તારમાં ઇમારતોને હચમચાવી દીધી

Ahmedabad Samay

કર્ણાટકના ચિત્તદુર્ગમાં ભયાનક માર્ગ અકસ્‍માતમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોતની આશંકા

Ahmedabad Samay

પી.એફ.માં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને બજેટમાં મોટો ફટકો

Ahmedabad Samay

કોરોના ની ચેન તોડવા ૧૪ દિવસનું લોકડાઉન જરૂરી

Ahmedabad Samay

વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રથમ તબક્કો આજે સાંજે સમાપ્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો