પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ભારત વિરોધી હળહળતુ ઝેર ઓક્યું છે. અખ્તર કોઈ આતંકીની માફક હજી પણ ‘ગઝવા-એ-હિંદલ્લનું સપનું સેવીને બેઠો છે. તેણે કહ્યું છે કે, અમે કાશ્મીર પર કબજો કરીશું અને ત્યાર બાદ ભારત પર હુમલો કરીશું. અખ્તરે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. શોએબ અખ્તરના આ નિવેદન સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યું છે. જોકે આ કંઈ પહેલીવાર નથી કે કોઈ પાકિસ્તાની ક્રિકેટરે કાશ્મીર અને ભારતને લઈને ઝેર ઓક્યું હોય. આ અગાઉ શાહિદ આફ્રિદી, જાવેદ મિયાદાદ જેવા ક્રિકેટરો પણ ભારત વિરૂદ્ધ બોલતા રહ્યાં છે.
પાકિસ્તાનના પૂર્વ ઝંઝાવાતી બોલર શોએબ અખ્તરે સમા ટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં શોએબ અખ્તર ‘ગઝવા-એ-હિંદલ્લ વિષે બોલી રહ્યો છે. ગઝવા-એ-હિંદનો અર્થ થાય છે ‘ભારત વિરૂદ્ધ પવિત્ર યુદ્ધલ્લ એટલે કે ‘જેહાદલ્લ. અખ્તરનો આ વીડિયો જોકે જુનો હોવાનું કહેવાય છે.
જેમાં અખ્તર કહી રહ્યો છે કે, અમારા પવિત્ર પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગઝવા-એ-હિંદલ્લ સ્થાન લેશે નદી બે વાર લોહીના લાલ રંગથી રંગાશે. અફઘાનિસ્તાનથી સૈના અટોક સુધી પહોંચશે. શમા મશરિકમાંથી ઉઠ્યા બાદ ઉઝબેકિસ્તાનથી જુદા જુદા દળો પહોંચશે. આ બધા એક ઐતિહાસિક સ્થળ ખોરાસન છે જે છેક લાહોર સુધી ફેલાયેલુ હતુ.
શોએબ અખ્તરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો તેની આકરી ટીકા પણ કરી રહ્યાં છે. શામલ મશરિફ અરબ પ્રાયદ્વિપના ઉત્તરમાં આવેલુ એક ક્ષેત્ર મટે ઉર્દૂ સંદર્ભ છે. ગઝવા-એ-હિંદ શબ્દનો ઉપયોગ પાકિસ્તાનમાં કટ્ટર ઈસ્લામિક પ્રચારકો અને દાયકાઓથી પાકિસ્તાથ સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવશે.