September 22, 2026
અપરાધ

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓને NCB એ કોર્ટમાં રજૂ કર્યા

આર્યન ખાન અને તેમની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુમમુન ધમેચાને એક દિવસના એનસીબીના રિમાન્ડમાં મોકલી દેવાયા છે, એટલે કે આ ત્રણેય આરોપ ચાર ઑક્ટોબર સુધી રિમાન્ડ રહેશે.

કોર્ટમાં આર્યન ખાનના વકીલે કહ્યું કે એનસીબીને આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી. એનસીબીના દાવો છે કે તેમની પાસેથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, હવે એનસીબી ખાનને સોમવારે કોર્ટમાં રજૂ કરશે અને કાલે જ તેમની જામીન અરજી પર સુનાવણી થશે.

 

આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ તમામની નજર રિમાન્ડ પર છે. NCBને ત્રણેયની કસ્ટડી મળશે કે કેમ તે જોવાનું રહેશે. એનસીબીના મુંબઈ ઝોનલ સુપરીટેન્ડન્ટ વિશ્વ વિજય સિંહે આર્યન ખાનની ધરપકડનો મેમો બહાર પાડ્યો છે. આમાં NDPSની તમામ કલમો લખવામાં આવી છે, જેના આધારે આર્યનની ધરપકડ કરવામાં આવી છે.

NCBએ કોર્ટમાંથી આર્યન ખાન સહિત ત્રણેય આરોપીઓની કસ્ટડી 2 દિવસ માટે  માંગી છે. NCBએ કહ્યું છે કે તેમને વધુ તપાસ માટે આરોપીઓની કસ્ટડી આપવી જોઈએ. એનસીબી તરફથી હાજર રહેલા સરકારી વકીલ અદ્વૈત સેઠનાએ જણાવ્યું હતું કે અમારે ડ્રગ્સ સપ્લાયર અને પેડલર્સની કડીઓ શોધવી માટે અને કેટલીક વોટ્સએપ ચેટ્સ મળી છે. એટલા માટે બે દિવસની કસ્ટડી આપવી જોઈએ. સાથે જ સરકારી વકીલનું કહેવું છે કે મામલો ગંભીર છે, તેથી કસ્ટડી ફરજિયાત છે.

આ મામલે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, ઇસ્મિતસિંહ, મોહક જસ્વાલ, વિક્રાંત ચોકર, ગોમિત ચોપરાની પૂછપરછ કરાઈ રહી છે.

Related posts

ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં બની હતી. જેનો એલસીબીની ટીમે ભેદ ઉકેલીને 2 આરોપીને પકડી લીધા હતા.

Ahmedabad Samay

ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો

Ahmedabad Samay

વટવામાંથી ખાનગી બ્રાન્ડના શરબતના ડુપ્લીકેટ પાઉચ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ

Ahmedabad Samay

અમદાવાદમાં બની માનવતાને શરમાવે તેવી ઘટના,નવજાત ૦૪ બાળાને ત્યજી દેવાઇ

Ahmedabad Samay

મોડાસા-ધનસુરા રોડ પર વિચિત્ર અકસ્માત સર્જાયો, બસ પાછળ એક કાર ચોંટી ગઈ પાછળ આવતી કાર ઘુસી જતા ટ્રાફિકજામ

Ahmedabad Samay

અમદાવાદ: ભેજાબાજ કિરણ પટેલને એકવાર ફરી જમ્મુ જેલ મોકલાયો, આ લોકોની પણ ધરપકડ કરાઈ!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો