જુનાગઢના પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની આજે બપોરના હત્યા થઇ હોવાનું જાણવા મળેલ છે.
જુનાગઢમાં બિલખા રોડ પર આવેલ રામ નિવાસ નજીક બપોરના બારેક વાગ્યાની આસપાસ પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમાર ઉપર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથીયાર વડે ઘાતકી હુમલો કર્યો હતો જે દરમિયાન ધર્મેન્દ્રભાઇ લોહીલોહાણ થઇ ગયા હતા અને તેનુ ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું.
આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથધરી છે