August 8, 2026
અપરાધગુજરાત

વિક્કી ગેંડી ફરી બન્યો બેફામ,વધુ એક વેપારીને હપ્તો ન આપવા પર જાનથી મારવાની આપી ધમકી

સરદારનગરમાં વિક્કી ગેંડી બન્યો બેલગામ, થોડા દિવસ પહેલાજ વિક્કી ગેંડી અને તેના સાગરીતો એ મળીને સરદારનગરના એક વેપારીને જાહેરમા છરીના અણીએ જાનથી મારવાની ધમકી આપી હતી અને પોલીસે તેની ધરપકડ કરી ઢીલાશ પૂર્વક કામ કર્યું અને વિક્કી ગેંડી જેવા ખુંખાર માથાભારે શખ્સ પર મામુલી ગુન્હો નોંધી લુલો કામ કર્યું હતું, જેના પગલે તે જામીન લઇ એકદમ સરળતાથી છૂટી ગયો હતો જેના પરિણામ રૂપે વિક્કી વધુ બેફામ અને બેખોફ બની લોકો જોડે હપ્તો ઉઘરાવવા લાગ્યો,


ગત રોજ વિક્કી ગેંડી ઉપર વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે ચડાવવામાં આવી છે. દરિયાપુર દરવાજા પાસે ખુશી ઓટો નામની કમ્પની ના કનુભાઇ ગાડી લેવેચનું ધંધો કરે છે અને સરદારનગરમાં રહેછે ગત રાત્રે ૦૧ વાગ્યાના સુમારે કનુભાઇ ને વિક્કી ગેંડી અને તેના સાગરીતો એ મળીને કનુભાઈ પાસે હપ્તાની માંગણી કરી હતી અને ધમકી આપી હતી કે મને બધા હપ્તો આપે છે તારે પણ મને હપ્તો આપવો પડશે અને જો હપ્તો નહિ આપે તો તને બરબાદ કરી દઈશ અને જાનથી મારવાની ધમકી આપી હતી, જેથી કનુભાઇ ગત રાત્રે વિક્કી ગેંડી અને તેના સાગરીતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ લખાવી છે.

વિક્કી ગેંડી વિરુદ્ધ થોડા સમયમાં આ બીજીવાર ફરિયાદ કરવામાં આવી છે.હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તંત્ર આ અંગે કેટલી ઉંડાણ પૂર્વક તપાસ કરે છે નહિ, વિક્કી ગેંડી ઉપર ફરી મામુલી લુલો કેસ કરી છોડી મુકે છે કે વિક્કી ગેંડી જોડેજ હપ્તો લઇ મોઢું બંધ કરી બેસી રહેશે, જો વિક્કી ગેંડીને પોલીસ આજ રીતે પોતાના છોકરાના જેમ સાચવતી રહેશે તો તેને કોઈ માસુમનું ગળું કાપતા વાર નહિ લાગે, આવા આ સામાજીક તત્વને સખ્તમાં સખત સજા ફટકારવી જોઈએ જેથી તે સમાજમાં શાંતિ બની રહે અને લોકોમાંથી ભયનો માહોલ દૂર રહે.

Related posts

અમદાવાદ: 9 નિર્દોષ લોકોને કચડનાર તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, બાપ-દીકરાએ કાન પકડી ઉઠકબેઠક કરી માફી માગી

Ahmedabad Samay

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મોટુ નિવેદન આપ્યું

Ahmedabad Samay

ગુજરાત ATS ને મળી મોટી સફળતા, વર્ષ ૧૯૯૩ મુંબઇ બ્‍લાસ્‍ટના ફરાર વોન્‍ટેડ આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડયા

Ahmedabad Samay

૪૫ હજાર લોકોને આજે રસી આપવાનો ટાર્ગેટ

Ahmedabad Samay

ઓનલાઇન શિક્ષણ થી વંચિત વિદ્યાર્થીઓ ને કઠવાડા ગામમાં અપાયછે ફ્રી શિક્ષણ

Ahmedabad Samay

ગોપાલ ઇટાલિયાએ સહાનુભૂતિ મેળવવા માટે તેમણે પોતાની વૃદ્ધ માતાનો રાજકીય ઢાલ તરીકે ઉપયોગ કરવાની વાત આ વાયરલ ઓડિયો ક્‍લિપમાં સ્‍વીકારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો