August 7, 2026
દુનિયા

કોઈપણ સમયે રશિયા યુક્રેન પર હુમલો કરી શકેછે

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ઘના વાદળો ઘેરાયા છે. યુક્રેનની સરહદ પર ૧ લાખ ૩૦ હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે રશિયાએ તોપ, ભારે હથિયાર અને મિસાઈલ પણ તૈનાત કરી છે. રિપોર્ટ અનુસાર રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધું છે. તે જ સમયે, અમેરિકાનું કહેવું છે કે ૧૬ ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો થઈ શકે છે.

અમેરિકા અને યુરોપિયન દેશો તરફથી રશિયા પર પ્રતિબંધો લાદવાની ચેતવણી આપવામાં આવી છે. જો કે, તેની રશિયા પર કોઈ અસર નથી થઈ રહી. રવિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તેણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે પણ વાત કરી હતી.

અમેરિકી અધિકારીઓએ ગયા અઠવાડિયે યુક્રેનની સરહદ પર ૧ લાખ રશિયન સૈનિકો તૈનાત હોવાની માહિતી આપી હતી, પરંતુ હવે અધિકારીઓનું કહેવું છે કે ૧ લાખ ૩૦ હજારથી વધુ રશિયન સૈનિકો યુક્રેનની સરહદ પર ઉભા છે. તેમાંથી ૧.૧૨ લાખ સૈનિકો આર્મીના છે અને ૧૮ હજાર નેવી અને એરફોર્સના છે.

સીએનએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધું છે. તે દક્ષિણમાં ક્રિમીઆ અને ઉત્ત્।રમાં બેલારુસથી ઘેરાયેલું છે. આ સાથે જ રશિયાએ યુક્રેનની સરહદે પણ સૈનિકો તૈનાત કર્યા છે. યુએસ રિપોર્ટ્સ સૂચવે છે કે રશિયા કોઈપણ સમયે યુક્રેન પર હુમલો કરી શકે છે.

Related posts

‘ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬’ (FIFA World Cup 2026) આજથી શરૂ

Ahmedabad Samay

“ફોર યોર નોલેજ” ઈતિહાસની એવી સત્યતા જેના થી આપ વાકેફ નથી

Ahmedabad Samay

કતારના ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ,ભારતીય અને પાકિસ્તાની મૂળના ઓછામાં ઓછા 13 નિર્દોષ શ્રમિકોના દર્દનાક મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 66 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ, હેલ્પલાઇન જાહેર

Ahmedabad Samay

ઇટાલીના G20 સમિટમાં પીએમ મોદીને સેન્ટર સ્ટેજ મળ્યું.

Ahmedabad Samay

અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં લુઇસવિલે એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ યુપીએસનું એક મોટું કાર્ગો વિમાન ક્રેશ થયું, જુવો લાઈવ ફ્લાઇટ ક્રેશનો વિડીયો

Ahmedabad Samay

મોદીના પ્રયાસોથી રશિયા યુક્રેન વચ્ચેનુ યુદ્ધ રોકી શકાય છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો