September 21, 2026
દુનિયા

તાલિબાને કબજો મેળવ્‍યા પછી કાબુલમાં મૃત્‍યુદંડની ૧૧મી સજા, પરિવારના ૧૩ સભ્‍યોની હત્‍યા કરનારાની ૧૩ વર્ષના બાળકે જાહેરમાં આપી સજા

અફઘાનિસ્‍તાનમાં મંગળવારે તાલિબાને ખોસ્‍ત શહેરમાં એક પરિવારના ૧૩ સભ્‍યોની હત્‍યાના આરોપમાં મંગાલ ખાન નામના અપરાધીને જાહેરમાં મૃત્‍યુદંડની સજા આપી હતી. ૨૦૨૧માં તાલિબાને કબજો મેળવ્‍યા પછી કાબુલમાં મૃત્‍યુદંડની આ અગિયારમી સજા હતી. જાહેરમાં મૃત્‍યુદંડથી અફઘાનિસ્‍તાનમાં શરિયા કાયદાનું પુનરાગમન પણ થઈ ચૂક્‍યું છે. કાયદાના અન્‍ય અમલીકરણમાં અફઘાન મહિલાઓ અને છોકરીઓ માટે શિક્ષણ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

ખોસ્‍ત પ્રાંતના એક સ્‍પોર્ટ્‍સ સ્‍ટેડિયમમાં ૮૦,૦૦૦ લોકોની સામે મંગાલ ખાનને ગોળી મારવામાં આવી હતી. મંગાલ ખાને તેના સંબંધી અબ્‍દુલ રહેમાન અને તેના પરિવારના ૧૩ સભ્‍યોની હત્‍યા કરી હતી, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો. મંગાલ ખાન પર ૧૩ વર્ષના છોકરાએ ગોળી ચલાવી હતી, જે અબ્‍દુલ રહેમાન પરિવારનો મેમ્‍બર હતો.

એક દિવસ પહેલાં તાલિબાને જાહેર જનતાને આ ઘટના જોવા માટે આમંત્રણ આપતી નોટિસ જાહેર કરી હતી. તેમને ખોસ્‍તના સેન્‍ટ્રલ સ્‍ટેડિયમમાં ભેગા થવાનું કહેવામાં આવ્‍યું હતું.

૨૦૨૧ની ૧૫ ઓગસ્‍ટે તાલિબાને અફઘાનિસ્‍તાનમાં ફરીથી સત્તા કબજે કરી ત્‍યારથી અગિયારમી વખત કોઈ વ્‍યક્‍તિને મૃત્‍યુદંડની સજા ફટકારવામાં આવી છે. છેલ્‍લાં ૪ વર્ષમાં તાલિબાન સુપ્રીમ કોર્ટે ૧૭૬ લોકોને મૃત્‍યુદંડની સજા ફટકારી છે. તાલિબાન કાયદા હેઠળ હત્‍યા, વ્‍યભિચાર અને ચોરી જેવા ગુનાઓ માટે મૃત્‍યુદંડ, અંગવિચ્‍છેદન અથવા કોરડા મારવાની સજા થઈ શકે છે

Related posts

ઇઝરાયેલે ગાઝા પર ઘેરો ઘાલ્‍યો, વીજળી, ઈંધણ, ખોરાક, સામાન અને પાણીના પુરવઠામાં કાપ મુકવામાં આવ્‍યો

Ahmedabad Samay

ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે કોઈ મહિલા ICC ટૂર્નામેન્ટ જીતી

Ahmedabad Samay

નેપાળ સરકારે પ્રવાસીઓ તથા ઉદ્યોગપતિઓ માટે ચલણી નોટો અને વિદેશી મુદ્રાના ઉપયોગ અંગે અત્યંત મહત્વપૂર્ણ નવા દિશાનિર્દેશો જારી કર્યા

Ahmedabad Samay

અમેરિકાના વિદેશ મંત્રાલયે 75 દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી

Ahmedabad Samay

દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું.

Ahmedabad Samay

શોર્ટ ફિલ્મ ‘નટખટ’ ઓસ્કર રેસમાં સામેલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો