September 20, 2026
દુનિયા

કોરોના મહામારીના અંતની જાહેરાત હવે થોડા સમયમાં થઇ શકે છે.

કોરોના મહામારીના અંતની જાહેરાત હવે થોડા સમયમાં થઇ શકે છે. વિશ્‍વ આરોગ્‍ય સંગઠન (હુ)ના આરોગ્‍ય નિષ્‍ણાંતોએ આ બાબતે ચર્ચા શરૂ કરી દીધી છે. તેમની વચ્‍ચે એ બાબત પર પણ ચર્ચા વિચારણા થઇ રહી છે કે કોરોના વાયરસ આવ્‍યાના બે વર્ષથી વધારે સમય પછી જયારે અધિકારીક રીતે ખતમ જાહેર કરાશે તો તેની આખી દુનિયા પર શું અસર થશે.
જો કે ડબલ્‍યુ એચઓએ કહ્યું કે મહામારીના  અંતની જાહેરાત તાત્‍કાલીક કરવા બાબતે હાલ તો કોઇ વિચાર નથી કરાઇ રહ્યો આખા હોંગકોંગમાં મોતનો દર વધ્‍યો છે. ચીનમાં બે વર્ષમાં પહેલીવાર આ અઠવાડીયે ૧૦૦૦ થી વધારે નવા દૈનિક કેસો નોંધાયો છે. એટલે હુ માં ચર્ચા એ વાત પર થઇ રહી છે કે કયા એવા સંકેત હશે જે મહામારીના અંતનો સંકેત આપશે. ડબલ્‍યુએચએ એ કહ્યું કે કોરોના પર આંતરરાષ્‍ટ્રીય આરોગ્‍ય વિનીયમ આયાતકાલિન સમિતિ મહામારીને ખતમ જાહેર કરવા માટે જરૂરી માપદંડો ચકાસી રહી છે.
ભારતમાં છેલ્લા ૨૪ કલક દરમ્‍યાન કોરોનાના ૩૧૧૬ નવા કેસો જાહેર થયા છે જે છેલ્લા ૬૭૬ દિવસમાં સૌથ ઓછા દૈનિક કેસ છે. કેન્‍દ્રિય આરોગ્‍ય મંત્રાલય અનુસાર સારવાર હેઠળના દર્દીઓની સંખ્‍યા ૦.૦૯ ટકા છે. સાજા થનારાઓનો દર ૯૮.૭૧ ટકાએ પહોંચ્‍યો છે.
તો બીજી તરફ, ચીનમાં કોરોના મહામારી ફરી એકવાર પોતાના પગ પસારી રહી છે. ચીનમાં રવિવારે લગભગ બે વર્ષ પછી પહેલીવાર ૩૩૦૦ થી વધારે કેસ નોંધાયા છે. કેટલાય શહેરોમાં લોકોને ઘર બહાર નિકળવાની મનાઇ કરવામાં આવી છે. શાંધાઇમાં શાળાઓ બંધ કરી દેવાઇ છે. કેટલાય શહેરોમાં લોકડાઉન લગાવી દેવાયો છે. શેનઝેન શહેરમાં લોકડાઉન પછી ૧.૭ કરોડ લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયો છે.
કોરોના બાબતે હોંગકોંગમાં હાલત સતત ખરાબ થઇ રહી છે. અધિકારીઓએ કોરોનાના ૨૭૬૭૪ નવા કેસોની પુષ્‍ટિ કરી છે. ૮૭ લોકોનો મોત થયા છે. અત્‍યાર સુધીમાં અહીં ૩૭૨૯ લોકોના મોત થઇ ચૂકયા છે. વિએટનામ વિશ્‍વમાં એવો બીજો દેશ છે જે કોરોનાની સુનામી સહન કરી રહ્યો છે. ત્‍યાં એક અઠવાડીયામાં ૧૪ લાખથી વધારે દર્દીઓ મળી આવ્‍યા છે.

Related posts

માઈક્રોસોફ્‌ટના સર્વરમાં સમસ્‍યાના કારણે સમગ્ર વિશ્વમાં થઇ અસર,સર્વર આઉટેજને કારણે એરલાઈન્‍સ સહિત અનેક ઈન્‍ડસ્‍ટ્રીઝનું કામ પ્રભાવિત થયું

Ahmedabad Samay

અઝરબૈજાનથી તુર્કી જઈ રહેલું એક તુર્કી C-130 લશ્કરી કાર્ગો વિમાન જ્યોર્જિયા-અઝરબૈજાન સરહદ પર ક્રેશ થયું

Ahmedabad Samay

ક્લાઇમેટ ચેન્જ સમગ્ર માનવજાતના તમામ મોરચે તોળાઈ રહેલું એક સંકટ છે

Ahmedabad Samay

“ફોર યોર નોલેજ” ઈતિહાસની એવી સત્યતા જેના થી આપ વાકેફ નથી

Ahmedabad Samay

ભારત પ્રવાસ પર PAK વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો, ગોવા આવતા પહેલા કહી આ વાત

Ahmedabad Samay

યુક્રેનના ભૂતપૂર્વ સૈન્ય કમાન્ડર-ઈન-ચીફ વેલેરી ઝાલુજ્નીનું નિવેદન, ત્રીજું વિશ્વ શરૂ, વિશ્વ ભરમાં ખડભડાટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો