November 7, 2026
દેશ

પેટ્રોલના ભાવ વધારામા થઇ બ્રેક ફેલ, ૦૮ દિવસમાં ૭ વખત થયો ભાવ વધારો

આજે પેટ્રોલમાં ૮૦ પૈસા તો ડિઝલમાં ૭૦ પૈસા વધ્યા પેટ્રોલ ડીઝલમાં લાગેલી આગ રોકવાનું નામ લઇ રહી નથી.ઓઇલ માર્કેટિંગ કંપનીઓએઙ્ગઆજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કર્યો છે. પેટ્રોલની કમતમાંઙ્ગ૮૦ પૈસાનો વધારો અને ડીઝલની કિંમતોમાં ૭૦ પીએસ પ્રતિ લિટરનોઙ્ગવધારો થયો છે. આ પ્રકારે આઠ દિવસમાં સાતમીવારઙ્ગપેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.તેની સાથેજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૦.૨૧ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૧.૪૭ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે.ભાવવધારાથી આમ આદમી હેરાન-પરેશાન

મૂડીઝના એક રિપોર્ટ અનુસાર, ઓઈલ કંપનીઓ IOC, HPCL અને BPCLએ ઉત્ત્।ર પ્રદેશ સહિત પાંચ રાજયોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી, જેના કારણે તેમને ૧૯,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સમયગાળા દરમિયાન, IOC ને $૧ થી ૧.૧ બિલિયન, BPCL અને HPCL ને $૫૫ થી ૬૫૦ મિલિયનનું નુકસાન થયું હતું. ક્રિસિલ રિસર્ચના રિપોર્ટ અનુસાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓના નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૧૫ થી ૨૦ રૂપિયાનો વધારો કરવો પડશે. આ રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ ૧૫ રૂપિયાનો વધારો થઈ શકે છે.

યુક્રેન પર રશિયન હુમલા બાદથી ક્રૂડ ઓઈલ માર્કેટમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. આ સમય દરમિયાન એક સમય એવો આવ્યો કે ક્રૂડ ઓઇલ ૧૩૯ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું હતું, જે ૨૦૦૮ પછી તેનું સર્વોચ્ચ સ્તર હતું. સોમવારે કાચા તેલના ભાવમાં ઘટાડો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ ૫.૯ ટકા ઘટીને $૧૧૩.૫૨ પ્રતિ બેરલ પર બંધ થયું. ડબલ્યુટીઆઈ ક્રૂડ પણ ૫.૯ ટકા ઘટીને $૧૦૭.૧૩ પ્રતિ બેરલ થઈ ગયું છે. મંગળવારે પણ સવારના સત્રમાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Related posts

છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાઓ વિશ્વ ધરોહર બન્યા, જાણો ૧૨ કિલ્લા વિશે માહિતી

Ahmedabad Samay

નરેન્દ્રભાઈ મોદીનું પ્રજાને પાંચમી વાર સંબોધન

Ahmedabad Samay

ટોલ ટેક્સમાં વધારો કર્યો,નવા દરો હવે 12મી જૂન એટલે કે રવિવાર રાતથી લાગુ થશે. સોમવારથી સમગ્ર દેશમાં રોડ ટોલ ચાર્જમાં 3-5%નો વધારો થવાની તૈયારી

Ahmedabad Samay

પ્રખ્યાત પત્રકાર વિનોદ દુઆનું શનિવારે થયું અવસાન

Ahmedabad Samay

જાણો કોણ છે દ્રોપદી મુર્મુનો

Ahmedabad Samay

ચૂંટણી પરિણામ, ફરી એક વખત લોકોએ ભાજપને ‘જય શ્રીરામ’ કહી સતાનું સુકાન સોંપ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો