August 7, 2026
દેશતાજા સમાચારરાજકારણ

ચૂંટણી પરિણામ, ફરી એક વખત લોકોએ ભાજપને ‘જય શ્રીરામ’ કહી સતાનું સુકાન સોંપ્‍યું

છેલ્લા ઘણા લાંબા સમયથી જેની આતુરતાપુર્વક રાહ જોવાતી હતી તે પાંચ રાજયોની ચુંટણીના પરિણામો આજે આવવા શરૂ થયા છે. દેશમાં ફરી એક વખત મોદીની લહેર હોય તેમ પાંચમાંથી ૪ રાજયોમાં ભાજપનો જય જયકાર  થયાના નિર્દેશો મળી રહયા છે. સૌથી રસપ્રદ ચુંટણી જંગ ઉતરપ્રદેશમાં હતો ત્‍યાં ફરી એક વખત લોકોએ ભાજપને ‘જય શ્રીરામ’ કહી સતાનું સુકાન સોંપ્‍યું છે. રાજયમાં મોદી અને યોગીના નેતૃત્‍વમાં ભાજપે સપાટો બોલાવી દીધો છે અને સપાના અખિલેશની સાયકલ મંઝીલ સુધી પહોંચી શકી નથી. જયારે મણીપુર, ઉતરાખંડ અને ગોવામાં પણ ભાજપ કેસરીયા કરી રહયું છે. જયારે પંજાબમાં એકઝીટ પોલ સાચા પડયા છે અને દિલ્‍હી પછી પંજાબમાં કેજરીવાલનો જાદુ છવાયો છે અને ત્‍યાં કોંગ્રેસ પાસેથી સતા છિનવી ‘આપ’ સરકાર બનાવવા જઇ રહી છે. પંજાબમાં સિધ્‍ધુ અને અમરીન્‍દરના ડબ્‍બા ડુલ થઇ ગયા છે. કોંગ્રેસને ભારે પછડાટ લાગી છે.

ઉતર પ્રદેશ
ઉતરપ્રદેશમાં કુલ બેઠકો ૪૦૩ હતી અને અત્‍યાર સુધીમાં ૪૦૧ બેઠકના ટ્રેન્‍ડ મળ્‍યા છે જેમાં ભાજપ ર૯૧, કોંગ્રેસ-૩, સપા-૧૦૦, બસપા-૩, કોંગ્રેસ-૩ અને અન્‍ય-૪ બેઠક ઉપર આગળ છે. બહુમતી માટે ર૦ર બેઠક જોઇએ. ભાજપે ટ્રેન્‍ડમાં જ બહુમતી મેળવી લેતા રાજયમાં ફરીથી ભાજપની સરકાર રચાશે અને ફરી યોગીનો રાજયાભિષેક થશે.
પંજાબ
પંજાબમાં કુલ ૧૧૭ બેઠકો ઉપર ચુંટણી થઇ હતી. જેમાંથી તમામ ૧૧૭ના ટ્રેન્‍ડ આવી ગયા છે. જેમાં આપ-૮૭, કોંગ્રેસ-૧૬, અકાલી-૯, ભાજપ-પ બેઠક પર આગળ છે. રાજયમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સિધ્‍ધુ અને પુર્વ મુખ્‍યમંત્રી અમરીન્‍દર પાછળ ચાલી રહયા છે. રાજયમાં પહેલીવાર આપ સતા રચશે.
ઉતરાખંડ
ઉતરાખંડની કુલ ૭૦ બેઠકો ઉપર ચુંટણી થઇ હતી. તેમાંથી ૭૦ બેઠકોના ટ્રેન્‍ડ આવી ગયા છે. જેમાં ભાજપ-પ૦ અને કોંગ્રેસ-ર૦ બેઠકો ઉપર આગળ છે. કોંગ્રેસના દિગ્‍ગજ નેતા  હરીશ રાવત પાછળ ચાલી રહયા છે.
ગોવા
ગોવાની તમામ ૪૦ બેઠકોના ટ્રેન્‍ડ આવી ગયા છે. જેમાં બહુમતી માટે ર૧ બેઠકો જોઇએ અને આ લખાય છે ત્‍યારે ભાજપ ર૧ બેઠક પર આગળ ચાલે છે અને ટ્રેન્‍ડ મુજબ તેને બહુમતી મળી ગઇ છે.
મણીપુર
મણીપુરમાં કુલ ૬૦ બેઠકો હતી. જેમાંથી તમામ બેઠકના ટ્રેન્‍ડ મળી ગયા છે અને ભાજપ-૩૪, કોંગ્રેસ-૧પ, એનપીપી-૬ અને અન્‍ય-પ બેઠકો પર આગળ છે.
ઉતરાખંડ ઉપરાંત ભાજપને ગોવામાં પણ બહુમતી મળી છે. પંજાબના મુખ્‍યમંત્રી ચરણજીતસિંહ ચન્ની બંન્ને બેઠક પર પાછળ ચાલી રહયા છે. જયારે અમૃતસરથી સિધ્‍ધુ પણ પાછળ છે. અન્‍ય નેતા અમરીન્‍દરસિંહ અને પ્રકાશસિંહ બાદલ પણ પાછળ ચાલી રહયા છે. યુપીમાં વારાણસીની તમામ ૬ બેઠકો ઉપર ભાજપ આગળ ચાલી રહયું છે. તમામ બેઠકોના પરિણામો સાંજ સુધીમાં સ્‍પષ્‍ટ થઇ જશે

Related posts

હોર્મુઝ સ્ટ્રેટને અસર કરતી વૈશ્વિક ઉર્જા કટોકટીને કારણે, હવે ઇન્ટરનેટ આઉટેજનું જોખમ

Ahmedabad Samay

વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી ભારતમાં યોજાયશે,૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાની ધારણા

Ahmedabad Samay

દિવાળીમાં સરકાર દ્વારા આપવામાં આવશે GST બોનસ, ૭૦ – ૮૦ % વસ્તુઓ થશે સસ્તી, મધ્યમવર્ગીય માટે ખુશીના સમાચાર

Ahmedabad Samay

AIMIM પાર્ટીના ઓવૈસીનો અમદાવાદમાં ભવ્ય સ્વાગત

Ahmedabad Samay

ફિલ્‍મ ‘RRR ‘ ના ગીત ‘નાટુ નાટુ’ એ ઓસ્‍કારમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને એવોર્ડ મેળવ્યો

Ahmedabad Samay

આવતી કાલે મતગણતરી થવાની છે. ત્‍યારે મળતા ટ્રેન્‍ડ અનુસાર આ ચુંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહે તેવી શકયતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો