September 27, 2026
ગુજરાત

જીસીએસ હોસ્પિટલ દ્વારા ૩૦ જુલાઈ સુધી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયુ

તમામ રોગોનું સમયસર નિદાન થાય તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 30 જુલાઈ’ 22 સુધી નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે,

જેમાં મેડિસિન, સર્જરી, સ્ત્રી રોગ, બાળકોના રોગ, નાક-કાન-ગળા, આંખ, હાડકા, શ્વાસના રોગો, ચામડીના રોગો અને માનસિક રોગોની તપાસ અને સારવાર માટે જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન મળશે. સોનોગ્રાફી, એક્સ-રે, ઈસીજી, સુગર, પેશાબ, ક્રિએટિનિન, બિલીરૂબિન વગેરે બેઝિક ટેસ્ટ્સ-તપાસ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

અન્ય ટેસ્ટ રાહત દરે કરી આપવામાં આવશે. આ ઉપરાંત ઓડીયોમેટ્રી (કાનમાં સાંભળવાની તપાસ) અને મોતિયાનું ઓપરેશન પણ તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. વધુ માહિતી માટે 9228102019 પર સંપર્ક કરી શકાય છે. જીસીએસ હોસ્પિટલમાં તમામ જનરલ સ્પેશિયાલિટી માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન ઉપલબ્ધ છે અને નિશુલ્ક સારવાર-સર્જરી માટે આયુષ્માન ભારત યોજના (PMJAY)ની સુવિધા પણ ઉપલબ્ધ છે.

જીસીએસ હોસ્પિટલ એ 1000-બેડની NABH પ્રમાણિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

Related posts

દેશી દારૂના ધંધાર્થીઓને દરોડા પાડીને જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી 6 દેશી દારૂની ભઠ્ઠી મળી આવી

Ahmedabad Samay

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં ખાબકશે વરસાદ

Ahmedabad Samay

૨૦૨૧ ના શરૂઆતમાં મળશે કોરોના વેકસીન,

Ahmedabad Samay

નવા વાડજ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

રસ્તા રોકો આંદોલન,મહા આંદોલન, શહેરમાં ઠેર ઠેર રસ્તા રોકો મહા આંદોલન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને સરકાર હાથપર હાથધરી આંદોલનની મજા માણી રહી છે.

Ahmedabad Samay

લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ,ટેક્સ રીબેટની મુદત વધારીને 15 જુલાઈ કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો