February 10, 2025
ગુજરાતરાજકારણ

અસારવાની વિશેષ વ્યક્તિત્વ દબંગ કાઉન્સિલર સુમન રાજપૂત સાથે ખાસ મુલાકાત

અમદાવાદ સમયમાં વિશેષ વ્યક્તિત્વ તરીકે અસારવાની એક વિશેષ વ્યક્તિ સાથે મુલાકાત લેવામાં આવી હતી, જેમને તેમના વિસ્તારમાં દબંગ નેતા તરીકે ઓળખવામાં આવે છે. અસારવાની દબંગ કાઉન્સિલર શ્રી સુમન રાજપૂત સાથે મુલાકાત લઇ તેમના રાજનીતિક કેરિયરમાં કાર્યકર્તા થી કાઉન્સિલર સુધીમાં તેમના જીવન ના ઉતાર ચઢાવ વિશે ચર્ચા કરવામાં આવી હતી. સુમન રાજપૂત એ ૨૦૦૮ થી ભાજપમાં એક કાર્યકર્તા તરીકે જોડાયા હતા અને પાર્ટીમાં રહીને તનતોડ  મેહનત પણ કરી હતી, અસારવામાં મધ્યમ વર્ગની પ્રજા અને છૂટક કામ કરનાર મજૂરો વધુ રહે છે જેને કારણે સુમન રાજપૂત દ્વારા જ્યારે પણ કોઈ સરકારી યોજના આવે છે તો અહીની પ્રજાને તેનો અચૂક લાભ લેવાનું જણાવતા હોય છે વાકેફ કરાવતા હોય છે,

અસારવા વિસ્તારમાં પેહલા પાણી ભરાઇ જવાની સમસ્યા , ગટરના પાણી ની સમસ્યા, ચાલીઓ માં અવર જવર માટેની સમસ્યા ઉભી ને ઉભી રહેતી હતી પરંતુ સુમન રાજપૂત પોતે અસારવામાં જ રહેતા હોવાથી આ બધી સમસ્યાઓ થી વાકેફ હતા અને કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવતા તેમને આ બધી સમસ્યાઓ ને ઝડપી નિકાલ લાવવાનો પ્રયાસ કર્યો અને મોટા ભાગની ચાલીઓ માં પેવિલિયન બ્લોકનું કામ કરાયું, અવર જવર માટે રસ્તા કરી આપવામાં આવ્યા, જો કોઈને સમસ્યા થાય તો સુમન રાજપૂતનું કહેવું છે કે “તમે ન આવો તમે કયા છો હું ત્યાં આવું છું” આવા સેવા ભાવી અને મહેનતુ સુમન રાજપૂત ની લોક પ્રિયતા જોવા માટે અમદાવાદ સમયે પ્રયાસ પણ કર્યો હતો અમારા દ્વારા અસારવા વિસ્તારમાં પ્રવેશ કરતાજ તેમના ઓફિસ વિશે માર્ગ પૂછવામાં આવ્યું તો ત્યાંથી જેટલા પણ લોકોને પૂછવામાં આવ્યું તેમને સુમન રાજપૂતના ઘર સુધીનું સરનામું જણાવયુ,  તો ત્યાં થયું કે અમદાવાદ સમય ની ટિમ તેમના ઓફિસનું સરનામું પૂછપરછ કરતા કરતા તેમના ઘર સુધી પોહચી અને ત્યારબાદ સુમન રાજપૂતને મળ્યા બાદ ઓફિસ ના સરનામાં વિશે પૂછતાં અતિ સુંદર સરનામુ  આપ્યું કે  “હુંં ઉભી રહું એજ મારી ઓફિસ અને એજ મારુ સરનામુ” એટલુજ નહિ
સુમન રાજપૂત દ્વારા કોરોના જેવી મહામારીમાં પણ તેમના વિસ્તારમાં મહત્વનું યોગદાન આપ્યું હતું, લોકડાઉન દરમિયાન અનેક લોકો સુધી બે સમય નું જમવાનું સમય સર આપવામાં આવ્યું હતું, અસારવા ની દરેક ચાલીઓ અને સોસાયટીમાં સેનેટાઈઝર છાંટવામાં આવ્યુ હતુ લોકોને કોરોના થી કેવીરીતે સુરક્ષિત રહેવું, ફરજિયાત પણ માસ્ક પહેરવું , બે ગજ ની દુરી રાખવામાં માટે જણાવ્યું હતુ. અસારવા વિસ્તારની પ્રજા સુમન રાજપૂતને ફરી એક્વાર ચૂંટાઈને જીતાવવા માંગે છે.

અમદાવાદ સમય તરફથી ધન્ય છે આવી સેવાભાવિ નેતાને

Related posts

આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું LRD ની ભરતી ટૂંક સમયમાં યોજાશે

Ahmedabad Samay

ગાંધીનગર – ઈ-વિધાનસભા માટે કમિટી બનાવવામાં આવી, 15 સભ્યોનો સમાવેશ

Ahmedabad Samay

ભાજપમાં ટિકિટ ફાળવણી ઉપર કાર્યકરોનો રોષ દેખાયો, ખાનપુર કાર્યલય પર કાર્યકરો પોહચ્યા

Ahmedabad Samay

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાશે સી.પી.આર. પ્રશિક્ષણ કેમ્પ: ૧૪૦૦ પોલીસને અપાશે પ્રાથમિક સારવારની તાલીમ

Ahmedabad Samay

ગુજરાતમાં H1N1 અને H3N2ના જાણો અત્યાર સુધીમાં કેટલા કેસો નોંધાયા

admin

યુ.કે આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો