August 8, 2026
અપરાધતાજા સમાચાર

નિકોલ વિસ્તારના સ્વામી વિવેકાનંદનગરમાં લુખ્ખાતત્વો બન્યા બેફામ, ખુરશીમાં બેસવા બાબતે પરિવાર પર કર્યો હુમલો

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદનગરમાં લુખ્ખાતત્વો દ્વારા પરિવારને ખુરશીમાં બેસવા બાબતે ઢોર માર મારવામાં આવ્યું

વિવેકાનંદનગરમાં રાત્રીના કલાક-અઢી વાગ્યાની આસપાસ શિવેન્દ્રસિંહ તેમની સોસાયટીમાં નવરાત્રીના ગરબા જોવા ગયેલ અને ત્યા ખાલી ખુરશી પડેલ હતી જેથી શિવેન્દ્રસિંહ તે ખુરશીમાં બેસી ગરબા જોતો હતા.

તે વખતે  સોસાયટી મા રહેતા રાહુલ તિવારી શિવેન્દ્રસિંહ પાસે આવેલ અને  ખુરશીમાં કેમ બેઠો છે ? તેમ કહી શિવેન્દ્રસિંહ સાથે બોલાચાલી કરી ઝગડો કરી ગમે તેમ બિભત્સ ગાળો બોલવા લાગેલ જેથી શિવેન્દ્રસિંહ તેને ગાળો નહી બોલવાનું કહેતા તે એકદમ ઉશ્કેરાઇ  જઇ શિવેન્દ્રસિંહ માર મારવા લાગેલ અને આ રાહુલનું ઉપરાણું લઈ તેનો મિત્ર સુભાષ પણ શિવેન્દ્રસિંહ સાથે બોલાચાલી કરી ઝગડો કરી શિવેન્દ્રસિંહ સાથે ઝપાઝપી કરવા લાગતા શિવેન્દ્રસિંહ નિચે પડી જતા  ડાબા હાથના ભાગે ઇજા થયેલ  જેથી શિવેન્દ્રસિંહ  ભાઇ સાથે સીવીલ હોસ્પીટલ ખાતે આવેલ હતો.

તે વખતે આ રાહુલ તીવારીનુ ઉપરાણું લઇ સૌસાયટીમાં રહેતો. હરીન્દર તથા અભિષેક બન્ને જણા શિવેન્દ્રસિંહ ઘરે ગયેલ અને તેના પિતાને ધાકધમકી આપી કેસ નહી કરવાનું દબાણ કરવા લાગેલ અને ગમે તેમ બિભત્સ ગાળો બોલવા લાગતા શિવેન્દ્રસિંહ પિતાએ ગાળો નહો બોલવાનુ કહેતા આ હરીન્દર એકદમ ઉશ્કેરાઇ જઇ  પિતાના મોઢાના ભાગે ચાર પાંચ ફેંટો મારી દિધેલ તથા રાહુલ નું ઉપરાણુ લઇ અભિષેક પણ મારા પિતાને ગડદા પાટુનો માર મારવા લાગેલ અને શિવેન્દ્રસિંહ પિતાએ બુમાબુમ કરતા શિવેન્દ્રસિંહના માતા છોડાવવા વચ્ચે પડતા તેને પણ માર મારવા લાગેલ જેથી મારી મમ્મી ૨શમીબેને બુમાબુમ કરતા આ હરીન્દર તથા એ ભિષેક ત્યાથી ભાગી ગયેલ અને દશ મીનીટ પછી પાછા  ઘરે આવેલ અને  ઘરની બહાર આવેલ નાસ્તાની દુકાનના કાચ તથા ગાડીના કાચ તોડી નાખેલ

શિવેન્દ્રસિંહ ભાઈ વિશાલે પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસની ગાડી ખાવતા આ બન્ને જણા ભાગી ગયેલ અને હરીન્દર જતા જતા મારા પિતાને કહેતો હતો કે આજે તો તમે બચી ગયા છો પણ ફરીવાર રાહુલનું નામ લીધું તો જાનથી મારી દઈશું.

આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થતા, સીસીટીવી ફૂટેજના આધારે  નિકોલ પોલીસે ગુન્હો નોંધતા વધુ તપાસ હાથધરી છે.

આમ નિકોલ વિસ્તારમાં લુખ્ખાતત્વો બેફામ બન્યા છે જેમને પોલીસની કોઇ બીકજ રહી નથી મારા મારી કરવી લોકોને ધાકધમકી આપવી આમ વસ્તુ બની ગઇ છે

Related posts

અમદાવાદના બી.આર. ટી. એસ. સ્ટેન્ડની છત બિસમાર હાલતમાં

Ahmedabad Samay

ગાંધીનગર: ઘાસ કાપવાનું મશીન ખરીદી રૂ. 3.38 લાખના આપેલા બે ચેક રિટર્ન થતા વેપારી સાથે છેતરપિંડી, 3 સામે ફરિયાદ

Ahmedabad Samay

અમદાવાદના પોશ વિસ્તાર સેટેલાઇટમાં એક હનીટ્રેપનો સનસનાટીભર્યો કેસ સામે આવ્યો

Ahmedabad Samay

માત્ર 6 મહિનામાં આ દેશ પર થયા 1800થી વધુ આતંકી હુમલા, જાણીને હચમચી જશો

Ahmedabad Samay

ધર્માંતરણ અને હવાલા કાંડમાં બે આરોપીની પૂછપરછ વડોદરાનામાં સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન ખુલ્યું

Ahmedabad Samay

મોદીની સાથે લગભગ 40 મંત્રીઓએ શપથ લીધા,જાણો તમામ નવા મંત્રી વિશે, આ લોકો બન્યા નવા મંત્રી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો