“અદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન કેસમાં શ્રમિક પરિવારને કચડનાર આરોપી પર્વ શાહને એક દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતાં આરોપીને જ્યુડિશલ કસ્ટડીમાં કોર્ટે હુકમ કર્યો હતો. શિવરંજનીના હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહ વિરૂદ્ધ આઈપીસી કલમ 304 મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે. આ કલમ હેઠળ પર્વ શાહને આજીવન કેદ અથવા 10 વર્ષની સજા પણ થઇ શકે છે.
પર્વ અને તેના 3 મિત્રો કર્ફ્યૂમાં નીકળ્યા હોવાથી ચારેય સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેના ત્રણ મિત્રોની પણ ધરપકડ કરવામાં આવી છે.
સેટેલાઈટ પોલીસે પર્વ શાહ તથા તેના અન્ય 3 મિત્રોને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા, જે તમામ પર્વ શાહ સાથે અકસ્માત બાદ ભાગી છૂટ્યા હતા. હાલ પોલીસ આ તમામ યુવકોની પૂછપરછ કરી રહી છે. પોલીસે ત્રણેય મિત્રોની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. ચારેય લોકો સામે 188 જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. 304ની કલમ ઉમેરવા માટેનો રિપોર્ટ કોર્ટમાં કરાયો છે”