અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી 15 દિવસમાં ઘાટલોડીયા, વાડજ સહિતના અમદાવાદમાં બની રહેલા ત્રણ બ્રિજોનું થશે ખાતમૂહુર્ત કરશે. આગામી ત્રણ વર્ષમાં બ્રિજ તૈયાર કરવાની યોજના છે ત્યારે અંદાજિત 600 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા આ ત્રણેય બ્રિજનું ખાતમૂહુર્ત 15 મે પહેલા કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અગાઉ બ્રિજને લઈને મંજૂર આી છે તેમાં પણ આ બ્રિજમાં બે બ્રિજ પશ્ચિમ વિસ્તારમાં તેમજ એક બ્રિજ પૂર્વ વિસ્તારમાં બની રહ્યો છે. ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં સત્તાધાર ચાર રસ્તા પાસે તેમજ નારણપુરા વિસ્તારમાં વાડજમાં એક બ્રિજ બની રહ્યો છે તો નરોડામાં પણ બ્રિજને મંજૂરી આપી દેવામાં આવી છે.
ત્યારે આગામી સયમમાં ધારાધોરણની પ્રક્રીયા પૂર્ણ કર્યા બાદ પુલ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના સૌથી વ્યસ્ત એવા આ માર્ગો પર મોટી સંખ્યામાં વાહનો હોવાથી બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે.
નરોડા અને વાડજ ચાર રસ્તા અને સાતધાર ચાર રસ્તા પર પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ ત્રણેય જંક્શન પર બ્રિજનું બાંધકામ શરૂ કરવામાં આવશે. જેથી એ પહેલા ખાતમૂહુર્તની તૈયારીઓ તંત્ર તરફથી કરવામાં આવી છે. આગામી ત્રણ વર્ષમાં આ બ્રિજ તૈયાર કરવાનું આયોજન છે. જેથી શહેરને ફરી નવા ત્રણ બ્રિજ મળશે. જેના કારણે ટ્રાફીકની મોટી સમસ્યાનું નિરાકરણ પણ આવશે.