November 21, 2026
રમતગમતતાજા સમાચારદુનિયા

ફીફા વર્લ્ડકપ 2022નો  પ્રારંભ થઈ ગયો,60 હજાર ફેન્સને વર્લ્ડ કપ ટ્રોફીની ઝલક જોવા મળી

ફીફા વર્લ્ડકપ 2022નો  પ્રારંભ થઈ ગયો છે. હાલમાં અલ બાયત સ્ટેડિયમમાં રંગારંગ ઓપનિંગ સેરેમની સંપન્ન થઈ છે. આ પહેલા સ્ટેડિયમમાં હાજર આશરે 60 હજાર ફેન્સને વર્લ્ડ કપ ટ્રોફીની ઝલક જોવા મળી હતી. ત્યારબાદ ઓપનિંગ સેરેમની શરૂ થઈ હતી. અલ બાયત સ્ટેડિયમમાં હાજર હજારો ફેન્સની વચ્ચે આ કાર્યક્રમ શરૂ થયો હતો. સ્ટેડિયમમાં હાજર ફેન્સનો જોશ જોવા લાયક હતો. બીટીએસ કેપોપ સુપરસ્ટાર જિયોન જુંગકુકે પોતાના પરફોર્મંસથી લોકોનું મનોરંજન કર્યું હતું.

બીટીએસ સિંગગ જુંગ કૂકે પોતાના નવા ટ્રેક ડ્રીમર્સની સાથે ઉદ્ઘાટન સમારોહમાં ધૂમ મચાવી દીધી હતી. જ્યારે હોલીવુડ સ્ટાર મોર્ગન ફ્રીમૈને આ સમારોહમાં આશા, એકતા અને સહિષ્ણુતાનો સંદેશ આપ્યો હતો. આ સિવાય અલ બાયત સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા મળ્યો હતો. આ સમારોહ પહેલા ફ્રાન્ચના દિગ્ગજ માર્સેલ ડેસૈલીએ ફીફા વર્લ્ડ કપ 2022ની ટ્રોફી વિશ્વ સમક્ષ રજૂ કરી હતી.

ફીફા વિશ્વકપ 2022 માટે કતારે કેટલાક કડક નિયમ બનાવ્યા છે. આ કડીમાં વિશ્વકપ સ્ટેડિયમોમાં બીયરના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ફીફા અધ્યક્ષ જી. ઇનફૈન્ટિનોએ તેને લઈને કહ્યું કે આયોજકોએ અંતિમ સમય સુધી તે જોવાનો પ્રયાસ કર્યો કે શું દર્શકો માટે સ્ટેડિયમમાં બીયરના વેચાણને મંજૂરી આપી શકાય કે નહીં.

Related posts

ખેલ મહાકુંભમાં DSC Public Schoolની શાનદાર જીત, ખો-ખો અને કબડ્ડીમાં મેઘાણીનગર વોર્ડ ચેમ્પિયન

Ahmedabad Samay

ગુજરાતની 15 સીટો ઉપર ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી

Ahmedabad Samay

બે દિવસમાં થશે આવો ચમત્કાર, ગાયબ થઈ જશે બધાનો પડછાયો, જાણો કેવી રીતે

Ahmedabad Samay

ફેસબુકનું સર્વર થયું ડાઉન,પ્રખ્યાત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સર્વરમાં થઇ ટેકનિકલ ખામી

Ahmedabad Samay

સોના પર લાગતી કુલ ઈમ્પોર્ટ ડ્યુટીમાં ધરખમ વધારો કરી તેને 6 ટકાથી વધારીને હવે 15 ટકા કરી દેવામાં આવી

Ahmedabad Samay

સુર્યકુમારની તોફાની ઇનિંગથી ભારતે રાજકોટમાં છેલ્લી ટી-20 મેચ સાથે શ્રેણી જીતી, ૯૧ રનથી જીત મેળવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો