September 23, 2026
ગુજરાત

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ કાળજી લેવા અનુરોધ

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ કાળજી લેવા અનુરોધ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તા.૧૫ માર્ચથી તા.૧૯ માર્ચ દરમિયાન અશાન્ત: વાદળછાયું રહેવાનું અને છુટા છવાયા જગ્યાએ હળવા વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ, સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં પણ થશે કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા.૧૬ માર્ચ થી તા.૧૮ માર્ચ સુધી ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા જિલ્લાના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે કે, કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/ તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલા ની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડુતમિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ; ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્‍લા ખેતીવાડી અધિકારી, જિલ્‍લા પંચાયત, ભાવનગરની યાદીમાં જણાવાયું છે

Related posts

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે અનંતચતુર્થીએ વાજતા ગાજતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અખિલ ભારતીય ક્ષત્રિય સેવા દલ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

ગુરુપૂર્ણિમા નિમિત્તે, અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહંત શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મણદાસ જી મહારાજના આશીર્વાદ લીધા હતા

Ahmedabad Samay

ઇલેક્શન પહેલા અમદાવાદમાં કોંગ્રેસને લાગ્યો ઝટકો, કોંગ્રેસના બે ઉમેદવારે આપ્યું રાજીનામુ

Ahmedabad Samay

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો