June 27, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ગુજરાતમાં કમળ ખીલ્યું,ડબલ એન્‍જીન સરકારનું સુત્ર વ્‍હેતુ મુકયુ હતું જેને લોકોએ વધાવી ભાજપને ખોબલે ખોબલે મત આપ્‍યા

ડબલ એન્‍જીન સરકારનું સુત્ર વ્‍હેતુ મુકયુ હતું જેને લોકોએ વધાવી ભાજપને ખોબલે ખોબલે મત આપ્‍યા છે.

વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ – વડોદરા – સુરત અને રાજકોટે રંગ રાખ્‍યો છે અને ભાજપે જોરદાર બેઠકો મેળવી છે, ખંભાળીયાથી આપના સીએમ પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી હારી ગયા છે જયારે પક્ષના પ્રમુખ ઇટાલીયા અને હાલમાં જોડાયેલા કથીરીયા પણ હારી ગયા છે અમરેલીથી પરેશ ધાનાણી હારી ગયા છે જયારે પોરબંદરથી અર્જુન મોઢવાડીયા ચુંટણી જીતી ગયા છે, વીરમગામમાં ઉગ્ર વિરોધ થયા બાદ પણ હાર્દિક પટેલ ચુંટણી જીતી ગયા છે.

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કરુણ રકાસની વાત નિકળે ત્‍યારે અત્‍યાર સુધી ૧૯૯૦ના ચૂંટણી પરીણામોનું ઉદાહરણ આપવામાં આવતું હતું. ૧૯૯૦ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૧૮૨માંથી માત્ર ૩૩ બેઠકો મેળવી હતી. અનામત આંદોલન, મોંઘવારીથી લઇને  આ બધી જ બાબતોનો પડઘો ૧૯૯૦ના ઇલેકશનમાં પડયો હતો. જેમાં કોગ્રેસને ૧૯૮૫માં ૧૪૯ બેઠકો મળી હતી તે ઘટીને માત્ર ૩૩ થઇ ગઇ હતી. વીપીસિંહના જનતાદળ અને ભાજપના ગઠબંધને ગુજરાતમાં ફતેહ હાંસિલ કરી હતી.ભાજપને ૬૭ જયારે જનતાદળને ૭૦ બેઠકો મળી હતી. અગાઉ ૧૯૮૫માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ૧૪૯ બેઠકો મેળવી હતી જે પાંચ વર્ષમાં ૩૩ બેઠકો પર સમેટાઇ ગઇ હતી.

૧૯૯૦ની આ શરમજનક હારને પણ ભૂલાવી જે તેવું માઠા પરીણામો ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ના પરીણામો મળી રહયા છે. ભાજપ છેલ્લા ૨૭ વર્ષથી સત્તામાં હતું. સતત સાતમી વાર રેકોર્ડતોડ બહુમતીથી જીત મેળવી રહયું છે ત્‍યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરીણામો કોંગ્રેસ માટે વોટર લૂ સાબીત થઇ રહયા છે. ચૂંટણી પરીણામો પહેલા ગુજરાત કોંગ્રેસ ૧૨૫ બેઠકો સાથે બહુમતિ મેળવવાનો દાવો કરતી હતી પરંતુ વરતારા અને પરીણામોમાં માંડ ૨૦ બેઠકો પણ મળી રહી નથી. પીએમ નરેન્‍દ્રભાઇ મોદી સહિત કેન્‍દ્રીય મંત્રીઓ અને ભાજપની રાષ્‍ટ્રીય નેતાગીરીના તાબડતોબ આક્રમક પ્રચાર  સામે કોંગ્રેસની ખાટલા પરીષદો અને ડોર ટુ ડોર કેમ્‍પઇન જેવી વ્‍યૂહરચનાઓ નિષ્‍ફળ ગઇ છે.

સામાન્‍ય રીતે શહેરી વિસ્‍તારોમાં ભાજપ જયારે ગ્રામીણ વિસ્‍તારોમાં કોંગ્રેસ નો મતદારો પર સારો પ્રભાવ હોવાનું માનવામાં આવતું હતું. ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસે ૭૭ બેઠકો મેળવીને ભાજપના વિજય રથને ૯૯એ અટકાવી દીધો હતો. ભાજપ માટે ગત વિધાનસભા ચૂંટણીનો ચુકાદો વોર્નિગ બેલ સમાન હતો પરંતુ કોંગ્રેસની નબળી નેતાગીરી ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં ફાયદો ઉઠાવવાના સ્‍થાને ૨૦ થી ૨૫ બેઠકો પુરતી સમેટાય અને ભાજપ કયારેય ના મેળવી હોય એટલી બેઠકો સાથે રેકોર્ડ તોડ જીત તરફ અગ્રેસર છે.

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ધૈર્યરાજસિંહને ઓનલાઈન ટ્રાન્સફર અને ચેક થી ૪૩૦૦૦૦ રૂપિયા સહાય આપવામાં આવી.

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે કન્યા છાત્રાલયમાં પ્રવેશોત્સવ, મહિલા-બાળ કલ્યાણ મંત્રીએ કંકુ-ચોખાથી વિદ્યાર્થિનીઓને આવકારી

Ahmedabad Samay

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી અને આ પ્રકારના તમામ દાવાઓ તદ્દન ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.

Ahmedabad Samay

FSSAI દ્વારા અખબારમાં ખાદ્ય પદાર્થોનું પેકેજિગ અથવા પીરસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો

Ahmedabad Samay

રાત્રે એક વાગ્યે શારીરિક સંબંધ બાંધવા બાબતે ઝગડો કરી પત્નીને કાઢી મુકતા મહિલાએ ૧૮૧ પર ફરિયાદ કરી

Ahmedabad Samay

શ્રાવણ માસમાં ઇન્ટરનેટથી શિવજીની પૂજા કરશે હિન્દુ સેના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો