August 8, 2026
ગુજરાત

ટ્રાફિક પોલીસની સમય સુચકતાએ એક વ્યક્તિનો જીવ બચાવ્યો

કાલુપુર ચાર રસ્તા પાસે આવેલ ટ્રાફિક પોલીસની સુંદર કામગીરીએ એક વ્યક્તિને નવ જીવન આપ્યું,બાબુભાઈ આર ગલસર ઇનચાર્જ આચાર્યશ્રી નવસંસ્કાર હાઈસ્કૂલ જુનાવાડજ તા -૦૬/૧૦/૨૦૨૧ ના રોજ બપોરના ૩:૩૦ થી ૪૮૦૦ ના સામાન લેવા કાલુપુર આવેલ ત્યારે ચાલુ એકટીવા પર તેમને છાતીમાં દુ : ખાવો થયેલ અચાનક હાર્ટ એટેક આવતા કાલુપુર સર્કલ પાસે પોહચ્યા અને ત્યાં ફરજ બજાવી રહેલ પોલીસ કર્મી ઓને દુખાવા બાબતે જાણ કરી.

ત્યાં ફરજ પર હાજર પોલીસ કર્મચારીશ્રીઓએ સમય સુર્તકતા વાપરી તરત જ ૧૦૮ ને જાણ કરી અને બાબુભાઇના  પરીવાર જનોને પણ જાણ કરી પાણી આપ્યું અને હવા નાખી વોમીટ થયેલ તેમ છતાં કોઈપણ જાતની સુગ રાખ્યા વગર તેમની પાસે ઉભા રહ્યા અને એમ્બબ્લન્સ આવે ત્યાં સુુુધી મનોબળ આપ્યું અને ૧૦૮ માં એપીક હોસ્પીટલ એસ જી હાઇવે સારવાર માટે પોહચ્યાડયા હતા.

ત્યારે બાબુભાઇનું  ઓપરેશન થયું  અને પોલીસની મદદથી સમય સર સારવાર મળી જેના લીધે તેમનો જીવ બચી ગયો હતો સારૂ. પોલીસની આ સતર્કતા અને ઉમદા કામગીરીથી એક વ્યક્તિનુ જીવ બચી ગયો, જીવ બચ્યા બાદ આચાર્યશ્રી બાબુભાઇ એ પોલીસ કર્મીઓના કામગીરીને બિરદાવતા પોલીસ કર્મીઓનું સન્માન કર્યું અને આભાર વ્યક્ત કર્યો હતો.

પોલીસ કર્મીઓ ટ્રાફિક નિયંત્રણ કરતા કરતા આ એક જીવ બચાવવાનો સુંદર કામગીરી અને માનવતાનો ઉત્તમ ઉદાહરણ આપ્યો છે, અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી દિલથી સલામ છે આવા પોલીસ કર્મીઓને.

Related posts

અમદાવાદ: વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાએ તંત્રની પોલ ખોલી, સમારકામ ન થતા વાહનચાલકોને હાલાકી

Ahmedabad Samay

રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા દિવસે હિયા ફાઉન્ડેશન ની ટીમ મહિલાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્યું

Ahmedabad Samay

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું

Ahmedabad Samay

સેટેલાઇટમાં ચાલુ કારમાંથી પિસ્ટલ કાઢી લોકોને ડરાવતા સાહીલ ભરવાડ અને હરદેવની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી,

Ahmedabad Samay

મહારાષ્ટ્ર ભવન સેક્ટર-૨૧ ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગર કોર્પોરેશનની ચુંટણી અંગે અગત્યની બેઠક યોજાઈ

Ahmedabad Samay

હંસપુરા પોલીસ ચોકીમાં ૧૫૧ કલમમાં લોકપમાં ન પુરવાનો ભાવ ૨૦૦૦₹, વકીલનો વહીવટ ૨૦૦૦ જેટલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો