અમદાવાદના ટ્રાફિક પોલીસના સહયોગથી રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા ૧૫મી ઓગસ્ટના રોજ શહેરીજનો માટે એક કાર રેલી તેમજ પોતના સભ્યો માટે આનંદથી ભરપૂર ટ્રેઝર હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇને તાજેતરમાં ઇસ્કોન ફ્લાયઓવર અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃત હોમગાર્ડના પરિવારના મદદરૂપ બનવા આ કાર્યક્રમના રજીસ્ટ્રેશનની રકમમાંથી ભંડોળ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, ક્લબ દ્વારા આ ઉમદા કાર્ય માટે રાજયશ ગ્રુપના માધ્યમથી બે લાખ રૂપિયા ભેગા કરવામાં આવ્યાં છે અને આ પ્રયાસથી આમાં વધુ રકમ ભેગી થાય તેવી આશા છે.
આ કાર રેલી ૧૫મી ઓગસ્ટે સવારે ૮.૪૫ કલાકે ટી.આર.પી. મોલ બોપલ પાછળના રાજયશ ગ્રુપની ઓફિસ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમ બાદ શરુ થશે અને ઇસ્કોન બ્રિજ સુધી જશે અને લગભગ સવારે ૯.૩૦ની આસપાસ રાજપથ ક્લબ ખાતે સમાપ્ત થશે. આ અંગે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન સેક્રેટરી આર.ટી.એન.સૌરભ ખંડેલવાલે અમદાવાદના તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, આ કાર રેલીમાં પ્રી-રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકે છે, જે નિશુલ્ક છે. આ સાથે સમાજના સભ્યોને આનંદથી ભરપૂર ટ્રેઝર હન્ટનો ભાગ બનવા પ્રોત્સાહિત કરે જેમની કાર દીઠ રજીસ્ટ્રેશન ફી રૂ. ૨૦૦૦ છે. આ મૃતકના પરિવાર માટેના ફંડમાં જશે એટલે આ ઉમદા હેતુનો ભાગ બનવું જોઈએ. આ અંગે પ્રેસિડેન્ટ રેખા કબરાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ ઉમદા પહેલને અમલમાં મૂકવા બદલ તમામ સ્પોનસર અને પાર્ટનર્સને બિરદાવ્યા હતા.
આ ટ્રેઝર હન્ટ વિજેતાઓને કિંગ હોલિડેઝ અને લિટલ રન રિસોર્ટના માધ્યમથી બે કપલને લિટલ રન રિસોર્ટ માટેના એક રાત અને બે દિવસ તમામ ભોજન સહિતના વાઉચર આપવામા આવશે. આ કાર રેલી અથવા ટ્રેઝર હન્ટ માટે રજીસ્ટ્રેશન આ નંબર +91 94299 91182 પર કૉલ અથવા મેસેજ કરીને કરાવી શકાશે.