August 6, 2026
ધર્મ

ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્‍ટ્રેશન શરૂ

ઉત્તરાખંડની પ્રસિદ્ધ ચારધામ યાત્રા માટે રાહ જોઈ રહેલા ભક્‍તો માટે સારા સમાચાર છે. ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્‍ટ્રેશન શરૂ થઈ ગયું છે. શુક્રવારે સવારે સાત વાગ્‍યાથી શ્રદ્ધાળુઓ મોબાઈલ એપ દ્વારા પોતાનું રજિસ્‍ટ્રેશન કરી શકશે. આગામી મહિને કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામોની યાત્રા શરૂ થવાની છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રામાં ભાગ લે છે અને આ વર્ષે પણ મોટી સંખ્‍યામાં ભક્‍તો આવવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજિસ્‍ટ્રેશન કયારે શરૂ થશેઃ આધિકારીક નિવેદન અનુસાર ુસવારે સાત વાગ્‍યાથી ઓનલાઈન રજિસ્‍ટ્રેશન શરૂ થયું છે. શ્રદ્ધાળુઓ માટે ઓફલાઈન રજિસ્‍ટ્રેશનની સુવિધા પણ જલદી શરૂ કરવામાં આવશે. ચારધામ યાત્રા શરૂ થવાના બે દિવસ પહેલા એટલે કે ૧૭ એપ્રિલથી ઓફલાઈન રજિસ્‍ટ્રેશન શરૂ થશે. તેના માટે ઋષિકેશ, હરિદ્વાર અને દહેરાદૂનમાં ખાસ રજિસ્‍ટ્રેશન કાઉન્‍ટર બનાવવામાં આવશે. સરકાર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે અનેક અન્‍ય વ્‍યવસ્‍થાઓ પણ કરવામાં આવી રહી છે.

Related posts

૧૪ માર્ચ સોમવારના રોજ આવી રહી છે આમલકી એકાદશી.જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોશી દ્વારા તેની મહિમા

Ahmedabad Samay

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

Ahmedabad Samay

પોષ પૂર્ણિમાના પ્રથમ સ્‍નાન ઉત્‍સવ સાથે માઘ મેળાની શરૂઆત થઈ

Ahmedabad Samay

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

Ahmedabad Samay

પ્રેમમાં નિષ્ફળ જાય છે આ મૂળાંકના લોકો, બે લગ્નનો બને છે યોગ

Ahmedabad Samay

કન્યા, તુલા સહિત આ રાશિઓ માટે આજનો દિવસ રહેશે લાભદાયી, અહીં વાંચો રાશિફળ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો