August 6, 2026
ટેકનોલોજી

એલોન મસ્કના રસ્તે Meta! FB-Instagram સબસ્ક્રિપ્શન પ્લાન લૉન્ચ, ચૂકવવા પડશે આટલા પૈસા

Facebook Verification Service: ટ્વિટર બાદ હવે Metaએ પણ તેની પેઇડ વેરિફિકેશન સર્વિસ શરૂ કરી છે. હાલ કંપનીએ યુએસમાં આ સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ હેઠળ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ પેઇડ વેરિફિકેશન મેળવી શકે છે. ટ્વિટર માટે એલોન મસ્ક દ્વારા પેઇડ વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું હતું, હવે આ લિસ્ટમાં અન્ય પ્લેટફોર્મ પણ એડ કરવામાં આવી રહ્યા છે.

Metaની વેરિફિકેશન સર્વિસ હેઠળ યુઝર્સને બ્લુ બેજ મળશે. આ માટે યુઝર્સે પ્રૂફ તરીકે સરકારી આઈડી અને દર મહિને $11.99 (લગભગ 990 રૂપિયા) ખર્ચવા પડશે. આ કિંમત વેબ વર્ઝન માટે છે. જ્યારે Apple iOS સિસ્ટમ અથવા Android પ્લેટફોર્મ માટે, યુઝર્સએ 14.99 રૂપિયા (લગભગ 1,240 રૂપિયા) ખર્ચવા પડશે.

ઘણા સમયથી આના પર ચાલી રહ્યું હતું કામ
કંપની છેલ્લા કેટલાક સમયથી આ સર્વિસનું ટેસ્ટિંગ કરી રહી હતી. યુએસ માર્કેટ પહેલા, Metaએ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આ સર્વિસ શરૂ કરી હતી. અગાઉ, સ્નેપના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટ અને મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામે પણ તેમની પેઇડ સર્વિસ શરૂ કરી હતી.

આ સ્ટેપથી, સોશિયલ મીડિયા કંપનીઓ ઇન્કમના અન્ય રસ્તાઓ પણ શોધી રહી છે. હાલમાં, કંપનીઓની મોટાભાગની આવક જાહેરાતોમાંથી આવે છે. એલોન મસ્કે ગયા વર્ષે ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું હતું.

ટ્વિટરે કરી હતી શરૂઆત!
ખરીદ્યા બાદ તેણે આ પ્લેટફોર્મમાં ઘણા ફેરફાર કર્યા છે. આ ફેરફારો સાથે, ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે. જો કે ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન સર્વિસ પહેલાથી જ હાજર હતી, પરંતુ મસ્કે તેમાં કેટલાક ફેરફાર કર્યા છે.

જ્યાં અગાઉ જર્નાલિસ્ટ, પોલિટિશિયન અને અન્ય જાહેર હસ્તીઓ વેરિફિકેશન બાદ બ્લુ ટિક મેળવતા હતા. હવે યુઝર્સ સબ્સ્ક્રિપ્શન પર આ વેરિફિકેશન બેજ ખરીદી શકે છે. એટલું જ નહીં, ટ્વિટરે વિવિધ કલરિંગ વેરિફિકેશન બેજ પણ લોન્ચ કર્યા છે. આમાં કંપનીઓને યલો બેજ, સરકારી અધિકારીઓને ગ્રે અને વ્યક્તિ વિશેષને બ્લુ બેજ મળી રહ્યા છે.

Related posts

Jioની મોટી તૈયારી, Jio Air Fiber સર્વિસ ટૂંક સમયમાં થશે શરૂ, મળશે સુપર ફાસ્ટ ઇન્ટરનેટ

Ahmedabad Samay

બપોરે ૩.૦૨ કલાકે PSLV-C49થી સફળતાપૂર્વક લોન્ચિંગ, ભારતીયો ને અભિનંદન, ભારતીયો માટે ગૌરવ ની વાત

Ahmedabad Samay

1 ઓગસ્ટથી ભંગાર બની જશે આ સ્માર્ટફોન, ચેક કરો લિસ્ટ, તમારો ફોન તો સામેલ નથી ને!

Ahmedabad Samay

વડાપ્રધાન મોદી સોમવારે e-RUPI લોન્ચ કરશે

Ahmedabad Samay

સેમસંગ લાવી રહ્યું છે પ્રીમિયમ સેગમેન્ટનો બજેટ ફોન, કેમેરા અને બેટરીની વિગતો આવી સામે

Ahmedabad Samay

Samsung Galaxy M14 5G ભારતમાં લોન્ચ, 6000mAh બેટરી અને 50MP કેમેરા, જાણો સંપૂર્ણ વિગતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો