Vivo X90 Pro Price: Vivoએ ભારતીય બજારમાં બે નવા સ્માર્ટફોન – Vivo X90 Pro અને Vivo X90 લોન્ચ કર્યા છે. બંને હેન્ડસેટ કંપનીની X સીરીઝનો ભાગ છે. આમાં, Android 13 પર આધારિત Fun Touch OS ઉપલબ્ધ છે. સ્માર્ટફોન MediaTek Dimensity 9200 પ્રોસેસર પર કામ કરે છે.
સ્માર્ટફોનમાં Zeiss બ્રાન્ડિંગ સાથે કેમેરા લેન્સ આપવામાં આવ્યા છે. વન ઓફ ધ બેસ્ટ ફોટોગ્રાફી માટે કંપનીએ Vivo V2 ચિપનો ઉપયોગ કર્યો છે. બંનેમાં 120Wનું ફાસ્ટ ચાર્જિંગ ઉપલબ્ધ છે. ચાલો જાણીએ તેમની કિંમત અને અન્ય વિશેષતાઓ.
Vivo X90 સીરીઝ કિંમત
સીરીઝના પ્રીમિયમ વેરિઅન્ટ વિશે વાત કરીએ તો, Vivo X90 Pro બે કન્ફિગરેશનમાં આવે છે. તેના 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 59,999 રૂપિયા છે. જ્યારે 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 63,999 રૂપિયામાં આવે છે. તમે તેને ફક્ત એક જ કલરમાં ખરીદી શકો છો – લિજેન્ડરી બ્લેક.
તે જ સમયે, કંપનીએ ફક્ત એક જ કોન્ફીગ્રેશનમાં Vivo X90 લોન્ચ કર્યો છે. આ ફોન 12GB રેમ + 256GB સ્ટોરેજમાં આવે છે. આમાં તમે બે કલરોમાં ખરીદી શકો છો – એસ્ટરોઇડ બ્લેક અને બ્રિઝ બ્લુ. તેનો પહેલો સેલ 5 મેથી શરૂ થશે, હાલમાં તમે તેને પ્રીબુક કરી શકો છો. બેંક ઓફર હેઠળ આના પર 10% ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. કંપનીએ ગયા વર્ષે મે મહિનામાં Vivo X80 Pro અને Vivo X80 લૉન્ચ કર્યા હતા. તેમની શરૂઆતની કિંમત અનુક્રમે 79,999 રૂપિયા અને 54,999 રૂપિયા છે.
Vivo X90 Pro ના ફીચર્સ
હેન્ડસેટ 6.78-ઇંચ AMOLED 3D કર્વ ડિસ્પ્લે સાથે આવે છે. સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેમાં MediaTek Dimensity 9200 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે Vivo V2 ચિપ સાથે આવે છે. સ્માર્ટફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, જેનો મેઇન લેન્સ 50MP છે.
આ સિવાય 50MPનો સેકન્ડરી સેન્સર અને 12MPનો ત્રીજો કેમેરો મળી રહ્યો છે. ફ્રન્ટમાં કંપનીએ 32MP સેલ્ફી કેમેરો આપ્યો છે. ડિવાઇસ 256GB સુધીના સ્ટોરેજ ઓપ્શન સાથે આવે છે. ફોનમાં 4,870mAh બેટરી છે, જે 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસ 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
Vivo X90 માં પણ પ્રો વેરિઅન્ટ જેવું જ ડિસ્પ્લે અને પ્રોસેસર છે. સ્માર્ટફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, જેનો મેઇન લેન્સ 50MP છે. આ સિવાય 12MP પોટ્રેટ કેમેરા અને 12MP વાઈડ એંગલ લેન્સ ઉપલબ્ધ છે. તે જ સમયે, કંપનીએ ફ્રન્ટમાં 32MP સેલ્ફી કેમેરો આપ્યો છે. ડિવાઇસ 4810mAh બેટરી અને 120W ચાર્જિંગ સાથે આવે છે.